અંજાર તાલુકામાં પિસ્તાની લૂંટના પ્રકરણમાં પોલીસ દિશાવિહીન

અંજાર તાલુકામાં પિસ્તાની લૂંટના પ્રકરણમાં પોલીસ દિશાવિહીન
Spread the love

ભુજના અંજાર તાલુકાના મેઘપર બોરીચી નજીક ટ્રક રોકીને ૧.૪૪ કરોડના પિસ્તાની લૂંટ ચલાવાઈ હોવાની ઘટનાના ર૪ કલાક બાદ પણ પોલીસ દિશાવિહીન છે. તપાસનીસ અિધકારીના જણાવ્યા અનુસાર લૂંટ ચલાવનાર ચાર શખ્સો બુકાનીધારી હોવાથી તપાસમાં હજુ સુાધી કોઈ મહત્વની કડી મળી નાથી. જો કે ત્રણ શકમંદ શખ્સોની પોલીસ દ્વારા પુછપરછ હાથ ધરવામાં આવી છે.

વી.આર.સી. લોજેસ્ટીકમાં કામ કરતા લવકુશ રામસિંહ નીસાંદ પોતાના કબ્જાની ટ્રક નંબર એચ.આર.૬૭બી. ૯૯૯૧માં અદાણી પોર્ટ સૌરાષ્ટ્ર સી.એસ.એસ.સી. તા.૯/૯ના ગાડીમાં પીસ્તા વજન રપ,૧૧૦ કિલો કિંમત ૧,૪૪,ર૭,૩૩૬ લોડ કરીને મુંબઈ જવા રવાના થયા હતા. ત્યારે અંજાર તાલુકાના મેઘપર બોરીચી નજીક પુલીયા પાસે પહોંચ્યા ત્યારે અજાણ્યા કારમાં આવેલા ચાર ઈસમોએ રોકીને ખાલી સાઈડમાં ચડી બંદુક જેવુ હાથીયાર રાખીને ધકબુશટનો મારમાર્યો હતો તેમજ લવકુશના મોઢામાં રૃમાલ બાંધીને તેમના ખીસ્સામાંથી મોબાઈલ તેમજ ટ્રકની ચાવી કાઢી હતી.

ત્યાર બાદ લવકુશનું અપહરણ કરીને બીજા દિવસે સવારે અંજાર નજીક આવેલી સુર્યા કંપની નજીક તેને મુકી ગયા હતા અને ટ્રકમાંથી દોઢ કરોડની કિંમતના પીસ્તાનો માલ કાઢીને ટ્રકને બીનવારસુ મીઠી રોહર હાઈવે પર મુકી ગયા હતા. આ સમગ્ર બનાવમાં અજાણ્યા ચાર ઈસમો સામે અંજાર પોલીસ માથકે ફરિયાદ નોંધાવાઈ હતી. તપાસનીશ અિધકારીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, અત્યાર સુાધી ત્રણ શકમંદોની પુછપરછ હાથ ધરાઈ છે પરંતુ હજુ સુાધી કોઈ કડી મળી નાથી.

content_image_500ad8c9-73dc-4c81-84a0-124c12d5b131.gif

Right Click Disabled!