અંતે નગરસેવકના ભાણેજ સામે દુષ્કર્મનો ગુનો નોંધાયો

અંતે નગરસેવકના ભાણેજ સામે દુષ્કર્મનો ગુનો નોંધાયો
Spread the love
  • યુવતીના મેડિકલ ચેકઅપ તજવીજ શરૂ

જામનગરમાં ચકચાર જગાવનાર ભાજપના કોર્પોરેટરના ભાણેજ અને પુત્ર દ્વારા મદદગારી કરીને યુવતી પર દુષ્કર્મ ગુજારવાના ચકચારી પ્રકરણમાં અંતે પોલીસે યુવતીની ફરિયાદ પરથી કોર્પોરેટરના પુત્ર અને ભાણેજ સામે ગુનો નોંધાયો છે. શહેરના ગાંધીનગર વિસ્તારમાં રહેતી યુવતી દોઢ માસ પહેલા જિલ્લા પોલીસ વડાને અરજી કરી હતી કે, વોર્ડ નં.૧૧ના ભાજપના કોર્પોરેટર જસરાજ પરમાર ભાણેજે પોતાની સાથે લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ કર્યાની અરજી કરી હતી. તેની સાથે કોર્પોરેટર ભાણેજે પૈસા પડાવવા માટે યુવતી બ્લેકમેલ કરતી હોવાની વળતી અરજી પોલીસમાં કરી હતી. જે બાદ યુવતિએ કોર્ટમાં ફરિયાદ કરી હતી. દરમિયાન કોર્ટે તપાસના આદેશ આપ્યા હતા. જે બાદ સીટી-બી ડીવીઝન પોલીસે કોર્પોરેટર જસરાજ પરમારના ભાણેજ જીતેશ સામજીભાઇ કણજારીયા સાથે દુષ્કર્મ અને હડધૂત કરવા અંગે ગુનો નોંધ્યો છે, જ્યારે સમગ્ર પ્રક્રિયામાં મદદ કરવા અંગે કોર્પોરેટરના પુત્ર તપન જશરાજ પરમાર અને ભત્રીજા પૂર્વેશ પરમાર સામે ફરિયાદ નોંધી છે, આ મામલાની તપાસ સીટી-બીના પોલીસ ઇન્સ્પેકટર ચલાવી રહ્યા છે. જે યુવતીનું મેડીકલ ચેકઅપ તેમજ આરોપીની ધરપકડ તજવીજમાં લાગી ગયા છે.

– રોહિત મેરાણી (જામનગર)

images-2.jpeg

Right Click Disabled!