અંબાજીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના નાટકો : આખા વર્ષ દરમિયાન ક્યારે ચેકિંગમાં આવતા નથી અને મેળા સમયે અંબાજીના વેપારીઓને ખોટા હેરાન કરે છે

અંબાજીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના નાટકો : આખા વર્ષ દરમિયાન ક્યારે ચેકિંગમાં આવતા નથી અને મેળા સમયે અંબાજીના વેપારીઓને ખોટા હેરાન કરે છે
Spread the love

અમિત પટેલ, અંબાજી

ગુજરાતના પવિત્ર અને મોખરાના યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂર્ણિમાનો મહામેળો આવનારા સમયમાં યોજાઇ રહ્યો છે ત્યારે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયું છે ત્યારે ૮ સપ્ટેમ્બરથી ૧૪ સપ્ટેમ્બર સુધી ભાદરવી પુનમનો મહામેળો અંબાજી ખાતે સાત દિવસ સુધી ચાલવાનો છે ત્યારે વહીવટી તંત્ર તરફથી મેળા ને લઈને  વિવિધ ટીમો તૈયાર કરાઈ છે. અંબાજી ખાતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તરફથી અંબાજી ના નિર્દોષ વેપારીઓને હેરાન કરવામાં આવ્યા હતા.

એચડીએફસી બેન્ક પાસે આવેલી નાસ્તાની દુકાન માં તાજા બનાવેલા નાસ્તો ફેંકી દેવામાં આવ્યો હતો અને વેપારીઓ સાથે અસભ્ય વર્તન કરવામાં આવ્યું હતું. વેપારીઓનો આરોપ છે કે વર્ષ દરમિયાન ક્યારેય ફૂડ એન્ડ ડ્રગ વિભાગ વાળા ક ચેકિંગ કરવા આવતા નથી અને મેળા ના સાત દિવસ અગાઉ જ અમને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે, આજે અંબાજી ખાતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અહીંના  વિવિધ ના સ્ટોલ ઉપર ચેકિંગ કરવા માટે ગયું હતું આ સાથે કેટલાક નમૂના પણ લીધા હતા, બનાસકાંઠા કલેકટર પ્રાંત અધિકારી તાત્કાલિક ધોરણે અંબાજીના વેપારીઓને હેરાન ન કરવામાં આવે તેવી ગ્રામજનોએ વિનંતી કરી રહ્યા છે.

Right Click Disabled!