અંબાજીમા બાળકોની ચિંતા કર્યા વિના ટ્યુશન ક્લાસિસ ચાલુ રહ્યા…!

અંબાજીમા બાળકોની ચિંતા કર્યા વિના ટ્યુશન ક્લાસિસ ચાલુ રહ્યા…!
Spread the love

ગુજરાત ના લોકપ્રિય શક્તિપીઠ અંબાજીમાં કોરોના વાયરસને લઈને અંબાજી મંદિર સહિત ઘણા પ્રતિબંધ વહીવટી તંત્ર તરફથી 31 માર્ચ સુધી મુકવામાં આવ્યા છે, હાલ માં અંબાજી ધામ આખું સુમસામ ભાસી રહ્યું છે અને આ રોગ સૌથી નાના બાળકો અને વૃદ્ધો પર અસર કરે છે હાલ માં અંબાજી ખાતે ની તમામ શાળા ઓ બંદ કરવામાં આવી છે ત્યારે આજે અંબાજી ખાતે આવેલા શિક્ષકો યે કલેકટર ના જાહેર નામાં નો ભંગ કરી પોતાના ઘરે નાના બાળકો ને બોલાવી ટ્યુશન ક્લાસ શરૂ રાખ્યા હતા.

અંબાજી ના ઘણા વિસ્તારોમાં આજે નાના બાળકો ટ્યુશન ક્લાસ મા જતા જોવા મળ્યા હતા અંબાજીના શક્તિ ધારા સોસાયટીમાં ઘણા બાળકો આજે ટ્યુશન જતા જોવા મળ્યા હતા હાલ માં બનાસકાંઠા મા 144 કલમ લાગેલી હોવા છતાં કઈ રીતે બાળકોને સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરી બાળકો ને ટ્યુશન ક્લાસ માં બોલાવ્યા હતા આ બાબતની ગંભીર નોધ લઈ આવા ટયુશનીયા શિક્ષકો પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જન માંગ ઉઠવા પામી છે.

અંબાજીની જનતાને નમ્ર વિનંતી

કોરોના વાઇરસ ને લઇ ને આપણા પરિવાર અને બાળકો ની જવાબદારી નિભાવીએ, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જણાવવામાં આવેલા નિયમો નુ પાલન કરીયે,31 માર્ચ સુધી આપણા બાળકો ને ટ્યુશન ક્લાસ પર મોકલવાનું ટાળીએ અને પોતાના બાળકો ને ઘરે અભ્યાસ કરાવીએ, જો કોઈ શિક્ષક પોતાના લાભ માટે ટ્યુશન આવવા માટે ભાર કરે તો અંબાજી ના પત્રકાર મિત્રો અને પોલીસ સ્ટેશનમાં જાણ કરવી.

અમિત પટેલ (અંબાજી)

IMG_20200320_151835.jpg

Right Click Disabled!