અંબાજી ખાતે સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને મેળાનો સમાપન સમારોહ

અંબાજી ખાતે સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને મેળાનો સમાપન સમારોહ
Spread the love

પાલનપુર,
વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે તા. ૮ થી ૧૪ સપ્ટેતમ્બર દરમ્યાન યોજાયેલ ભાદરવી પુનમનો મહામેળો સુખરૂપ સપન્ન થયો છે. મેળા પ્રસંગે લાખો માઇભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી છે. પૂનમના દિવસે તા. ૧૪ સપ્ટેમ્બરના રોજ મેળાના સમાપન પ્રસંગે અંબાજી ખાતે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટરશ્રી સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને સમાપન સમારોહ યોજાયો હતો.

આ પ્રસંગે કલેકટરશ્રીએ જણાવ્યું કે, મહામેળાની વ્યવસ્થાઓ અને સુવિધાઓની ગૃહ રાજયમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા અને યાત્રિકોએ પણ પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, આ વર્ષે પ્રથમવાર માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના વરદહસ્તે મહામેળાનો પ્રારંભ થયો હતો. તેમણે સેવાકેમ્પોની કામગીરીને બિરદાવતાં જણાવ્યું કે, મહામેળા પ્રસંગે સેવાકેમ્પોએ ખુબ સરસ કામગીરી કરીને માઇભક્તોને સારી સુવિધા પુરી પાડી છે. કલેકટરશ્રીએ જણાવ્યું કે, યુ.જી.વી.સી.એલ.ના વિશેષ ઇજનેરશ્રી એલ.એ.ગઢવીએ સતત વીજ પુરવઠો જાળવી ખુબ સારી કામગીરી કરી છે. તેમણે કહ્યું કે, તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ખુબ સારી કામગીરી કરી છે જેને ટુંકમાં એક્સેલન્ટ જ કહી શકાય. તેમણે કહ્યું કે, માતૃમિલન પ્રોજેકટ દ્વારા મેળામાં પરિવારથી વિખુટા પડેલા ૨૦૦ બાળકોને તેમના પરિવારથી મિલન કરાવ્યું છે. સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યાત્રિકોએ રસપૂર્વક નહાળ્યા છે. મેળામાં સરસ સ્વચ્છતા જાળવવા બદલ સફાઇ કામગીરી સંભળતા અધિકારીઓને કલેકટરશ્રીએ અભિનંદન પાઠવતાં જણાવ્યું કે, સ્વચ્છતાની યાત્રિકોએ ખુબ સરાહના કરી છે. કલેકટરશ્રીએ પોલીસ વિભાગ, નિવાસી અધિક કલેકટરશ્રી, વહીવટદારશ્રી, દાંતા પ્રાંત અધિકારીશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી સહિત તમામ અધિકારીઓના નામ અને કામગીરીનો ઉલ્લેખ કરી તેમની કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, સૌના સાથ અને સહકારથી પ્લાસ્ટીકમુક્ત થીમ ઉપર મેળો સફળતાપૂર્વક યોજવામાં આવ્યો છે. પદયાત્રી, સંઘો અને વહીવટીતંત્ર વચ્ચે સારૂ સંકલન રહેવાથી જરૂરી વ્યવસ્થાઓ સારી રીતે જાળવી શકાઇ છે. કલેકટરશ્રીએ કહ્યું કે, મા અંબાની કૃપાથી મહામેળો સુખરૂપ સંપન્ન થયો છે.

Right Click Disabled!