અંબાજી : ત્રિશુલિયા ઘાટી પર અકસ્માતની ઘટનામાં વધારો

અંબાજી : રાજ્યના દાંતા ત્રિશુંલિયા ઘાટી પર અકસ્માતની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 20 દિવસમા 3 અકસ્માતની ઘટના બની હતી. જેમાં ગત રાત્રે એક ટ્રક પલટી ખાઈ ગયો હતો. નોંધાપાત્ર છે કે અકસ્માતમાં ટ્રકચાલકને ઈજા પહોંચી હતી ઈજાગ્રસ્ત ટ્રકચાલકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત ટ્રકચાલકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો નોંધપાત્ર છે કે અકસ્માતમાં વધારો થવા પાછળનું કારણ ગોકળગતિએ થઇ રહેલુ ત્રિશુંલિયા ઘાટીનું કામકાજ છે તેવો વાહનચાલકોએ આક્ષેપ કર્યો છે.
મહેન્દ્ર અગ્રવાલ (અંબાજી)
