અંબાજી દર્શનાથે જતા બે બાઇક સવારને અકસ્માત નડ્યો, એકનું મોત

અંબાજી દર્શનાથે જતા બે બાઇક સવારને અકસ્માત નડ્યો, એકનું મોત
Spread the love

અંબાજી,
ભાદરવી પૂનમને લઇને લાખો ભાવિકોનો યાત્રાધામ અંબાજીમાં ભારે ઘસારો જાવા મળી રહ્યો છે. ત્યારે ગત મોડી રાત્રીના મા અંબાના દર્શનાથે જઇ રહેલા બાઇક પર સવાર બે શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં એક બાઇ સવારનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું છે. જ્યારે અન્ય ત્રણ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક યુવક કિરુભા વાઘેલા અને તેમના મિત્ર બાઈક પર યાત્રાધામ અંબાજી મા અંબાના દર્શનાથે જઇ રહ્યાં હતા. તે દરમિયાન કાંકરેજના ચીમનગઢ પાટિયા પાસે સામેથી આવતા બાઇક સાથે તેમનું બાઇક ટકરાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રસ્તા પર પટકાતા કિરુભા વાઘેલાનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

ઘટનાની જાણ થતા ૧૦૮ અને પોલીસ સ્થળે પહોંચી ગઇ હતી. જ્યારે અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા ત્રણેયને ૧૦૮ દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા આવ્યા છે. જ્યારે મૃતક કિરુભા વાઘેલાને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે શિહોરી પોલીસે સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

Right Click Disabled!