અંબાજી મંદિરની આવકમાં ધરખમ ઘટાડો

અંબાજી મંદિરની આવકમાં ધરખમ ઘટાડો
Spread the love

યાત્રાધામમાં દર્શન કરવા માટે લોકો દુર દુરથી આવતા હોય છે. જેને લઇમાં અંબાનું પ્રાંગણ ભક્તોના જયઘોષથી ગુંજી ઉઠતું હોય છે. અંબાજી મંદિર ૧૯ માર્ચથી ૮ જુન સુધી બંધ રાખવામાં આવ્યું હતું. તેમજ કોરોના સંક્રમણ ટાળવા ભાદરવી પૂનમનો મેળો પણ રદ કરવામાં આવ્યો હતો જેને લઇ અંબાજી ટ્રસ્ટની આવકમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે, જેમા ગત વર્ષના ભાદરવી પુનમના મેળામાં ૪.૬૪ કરોડ આવક થઇ હતી અંબાજી મંદિરમાં ૫ મહિનામાં ૪.૨૫ લાખ વિદેશી નાણુ આવ્યું અંબાજી મંદિરમાં ચાલુ વર્ષે ભાદરવી પૂનમનો મેળો રદ કરવામાં આવ્યો હતો.

જેમાં ચાલુ વર્ષે એપ્રિલ મે- જુન- જુલાઇ અને ઓગસ્ટ એમ પાંચ મહિનામાં માત્ર ૪ લાખ ૨૫ હજાર ૯૩૫ રૃપિયાની ઓનલાઇન અવાક થઇ છે. જ્યારે સોનાની અવાક નીલ રહેવા પામી હતી.સરકારની ગાઇડલાઈન પ્રમાણે મંદિર ૧૯ માર્ચથી ૭ જુન સુધી સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યું હતું. જેને લઇ આ વર્ષે આવકમાં ધરખમ ઘટાડો થયો છે જેમાં એપ્રિલ, મે, જુન-૨૦૧૯માં ૫,૫૯,૯૨,૩૬૯ આવક થઇ હતી. જ્યારે આ વર્ષે એપ્રિલ- મે- જુન -૨૦૨૦માં ૫૯,૫૨,૬૫૭ આવક થવા પામી છે. આ વર્ષે ૫,૦૦,૩૯,૭૧૨નું નુંકશાન થવા પામ્યું છે.

મહેન્દ્ર અગ્રવાલ (અંબાજી)

ambaji-1-960x640.jpg

Right Click Disabled!