અંબાજી મંદિરને 3 માહિનામાં 5 કરોડ દાન દક્ષિણાની ખોટ પડી

અંબાજી મંદિરને 3 માહિનામાં 5 કરોડ દાન દક્ષિણાની ખોટ પડી
Spread the love

અધીકારી સવજીભાઈ પ્રજાપતીએ જણાવ્યુ હતુ કે, મંદિરની આવકમાં ધરખમ ઘટાડો થવા છતા કોઈ પણ કર્મચારીના પગાર અટક્યા નથી. અંબાજી મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા પણ મંદિરની આવકમાં કરોડો રૂપીયા નો ઘટાડો આ વખતે ભાદરવી મેળા ઉપર પણ કોરોનાનું ગ્રહણ લાગે તેવી પરિસ્થિતિ ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી જ્યા જગત જનનીમાં અંબા બિરાજમાન છે ત્યાં લાખો શ્રદ્ધાળુઓ દૂર દૂર થી દર્શનાર્થે ઉમટી પડતા હોય છે ને મા અંબાના જયઘોષ થી મંદિર પરિષર ગુંજી ઉઠતું હોય છે.

ચાલુ વર્ષે કોરોના ની મહામારી ના કારણે ત્રણ મહિના જેટલું અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવાતા મંદિર પરિષર જ નહીં પણ સમગ્ર અંબાજી ધામમાં સન્નાટો છવાઈ ગયો હતો જોકે સતત ત્રણ માસના લોકડાઉન બાદ ગત 12 જૂનથી અંબાજી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે સરકારના ધારા ધોરણ મુજબ ખોલવામાં આવ્યા પણ અગાઉની જેમ દર્શનાર્થીઓની ભીડ ન જોવા મળતા મંદિરની આવક માં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

જે પ્રમાણે સરકારની ગાઈડલાઇન પ્રમાણે સોશ્યિલ ડિસ્ટ્રન્સ અને માસ્ક સાથે યાત્રિકોને પ્રવેશ અપાઈ રહ્યો છે બાર જૂનથી મંદિરના દ્વાર ઉઘડતા એક મહિના જેટલા સમયમાં માત્ર 70 હજાર શ્રદ્ધાળુઓ એજ માતાજીના દર્શનનો લાભ લીધો છે જો મંદિરની દાન દક્ષિણાની આવકની વાત કરીએ તો ગત વર્ષ 2019માં એપ્રિલ મેં જૂન આ ત્રણ મહિનાની આવક 5.60 કરોડ જેટલી થઈ હતી ત્યારે ચાલુ વર્ષે આ સમય ગાળા દરમિયાન માત્ર 60 લાખ રૂપિયા જ દાન ભેટની આવક થતા 5 કરોડ જેટલી ઓછી આવક નોંધવા પામી છે.

અંબાજી મંદિરમાં અંબાજી મંદિરને સુવર્ણમય બનાવાની ચાલી રહેલી કામગીરી માટે આ સમયગાળા દરમિયાન ગત વર્ષે મંદિર ને 1.8 કરોડના સોનાની આવક નોંધાઇ હતી તેની સામે ચાલુ વર્ષે લોકડાઉનના કારણે માત્ર સુવર્ણ શિખર માટે દાનભેટમાં માત્ર 12 લાખ રૂપિયા જ આવ્યા છે. લોકડાઉન ની પરિસ્થિતિ ના કારણે વિદેશી નાણાની આવક કોઈ જ આવક થવા પામી નથી આમ 2020 માં કોરોના મહામારીની ઇફેક્ટ માત્ર લોકોના સ્વાસ્થ ઉપર જ નહીં પણ ધાર્મિક સ્થાનો ઉપર પણ જોવા મળી છે તેમ મંદીર ટ્રસ્ટના હિસાબી અધીકારી સવજીભાઈ પ્રજાપતીએ જમાવ્યુ હતુ.

મહત્વની બાબત તો એ રહી છે કે મંદિર ની આવકમાં ધરખમ ઘટાડો થવા છતા કોઈ પણ કર્મચારીના પગાર અટક્યા નથી જ્યારે આગામી ભાદરવી પૂનમનો મેળો 27 ઓગસ્ટ થી શરૂ થનાર છે પણ આ વખતે ભાદરવી મેળા ઉપર.પણ કોરોનાનું ગ્રહણ લાગે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે છતા ભાદરવી પૂનમનો મેળો ભરાશે કે કેમ તે બાબતનો નિણર્ય આગામી સમયની પરિસ્થિતિ જોઈને જ નક્કી કરાશે તેમ મંદિર ટ્રસ્ટના વહીવટદાર એસ.જે. ચાવડા સાહેબએ -અમારા સંવાદદાતા મહેન્દ્ર અગ્રવાલને જણાવ્યુ હતું.

EbQIRrJXsAIM5Yp.jpg

Right Click Disabled!