અજાણ્યા વાહને એક્ટિવાને ટક્કર મારતા યુવાનનું મોત

અજાણ્યા વાહને એક્ટિવાને ટક્કર મારતા યુવાનનું મોત
Spread the love
  • બે અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત

વડોદરા,

નેશનલ હાઇવે નંબર-૪૮ ઉપર મોડી રાત્રે અને વહેલી સવારે થયેલા ૨ અકસ્માતમાં એક યુવાન સહિત બે વ્યÂક્તઓના મોત નીપજ્યાં હતા. વહેલી સવારે બે ભાઇઓ એક્ટીવા ઉપર જતા હતા. દરમિયાન અજાણ્યા વાહનની ટક્કર વાગતા એક્ટીવા પાછળ બેઠેલો એક ભાઇ ૨૦ ફૂટ ઉંચા બ્રિજ ઉપરથી પટકાયો હતો. જ્યારે બીજાને ઇજા પહોંચતા ખાનગી હોÂસ્પટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
વડોદરા શહેરના છાણી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ છાણી ગામમાં મોટી કાછીયાવાડમાં રહેતો મિહિર કમલેશભાઇ ગાંધી(૨૩) અને તેનો ભાઇ અક્ષ ગાંધી વહેલી સવારે એÂક્ટવા ઉપર ખેતીવાડી ઉત્પન બજાર સમિતીમાં ધંધા માટે જઇ રહ્યા હતા. દરમિયાન નેશનલ હાઇવે નંબર-૪૮ ઉપર ઓમકારપુરા પુલ પાસે પાછળથી કોઇ અજાણ્યા વાહને તેઓની એÂક્ટવાને ટક્કર મારતા બંને ભાઇઓ પુલ ઉપર ફંગોળાઇ ગયા હતા. જેમાં એક્ટીવા પાછળ બેઠેલો મિહીર બ્રિજ ઉપરથી નીચે પટકાતા મોતને ભેટ્યો હતો. જ્યારે અક્ષને ઇજા પહોંચતા છાણી ખાનગી હોÂસ્પટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
મિહિર ગાંધીના દોઢ વર્ષ પૂર્વે જ લગ્ન થયું હતું. અને તેની પત્ની હાલ ગર્ભવતી છે. મિહિરના મોતના સમાચાર છાણી મોટી કાછીયાવાડમાં પ્રસરતા ગમગીની ફેલાઇ ગઇ હતી. ફળિયાના લોકો મિહિરના ઘરે ઉમટી પડ્યા હતા. મિહિરની પત્ની અને પરિવારજનોના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો. આ બનાવ અંગે છાણી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Right Click Disabled!