અઠવા લાઇન્સમાંથી કાપડના વેપારી જુગાર રમતા ઝડપાયા

અઠવા લાઇન્સમાંથી કાપડના વેપારી જુગાર રમતા ઝડપાયા
Spread the love

અઠવાલાઇન્સના ધનવંતી કોમ્પ્લેક્ષમાં દરોડા પાડી ચાર કાપડ વેપારીને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડી તેમની પાસેથી 2.67 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. ઉમરા પોલીસે બાતમીના આધારે અઠવાલાઇન્સના નર્મદ નગરમાં ધનવંતી કોમ્પ્લેક્ષમાં ફલેટ નં. 102માં રહેતા કાપડ વેપારી દિનેશ મુરલીધર છાબડાને ત્યાં દરોડા પાડયા હતા.

જયાંથી દિનેશ ઉપરાંત અન્ય કાપડ વેપારી નિતેશ મનહરલાલ બજાર રહે 7 આરોગ્ય નગર, અઠવાલાઇન્સ શુશીલ મેઘરાજ કેવલાણી રહે 13/એ રત્નજયોતિ એપાર્ટમેન્ટ, વેસુ અને હિરેન કનૈયાલાલ હિરાનંદાની રહે. 201 સોહમ રેસીડન્સી, પાલને ઝડપી પાડી તેમની પાસેથી જુગારની રમતના અને અંગ જડતીની રોકડ મળી. 37,200, મોબાઇલ ફોન 4 નંગ મળી કુલ 2.67 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ ચારેય વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

1.jpg

Right Click Disabled!