અઢી કલાક બરફની પેટીમાં રહીને રેકૉર્ડ તોડ્યો

ઑસ્ટ્રિયામાં રહેતા જોસેફ કોએબેર્લએ બરફના ટુકડાઓથી ભરેલા બૉક્સમાં લગભગ અઢી કલાક વિતાવીનો પોતાનો જ અગાઉનો રેકૉર્ડ તોડ્યો હતો જોસેફ કોએબેર્લનો પોતાનો બિઝનેસ છે. તેમણે ખભા સુધી બરફથી ભરેલા કાચના બૉક્સમાં બે કલાક ૩૦ મિનિટ અને ૫૭ સેકન્ડ જેટલો સમય વિતાવ્યો હતો. આટલો લાંબો સમય બરફમાં રહ્યા પછી પણ તેમના શરીરનું તાપમાન તેણે પોતાની બ્રીધિંગ પૅટર્ન અને વિચારોની શક્તિ દ્વારા કન્ટ્રોલ કર્યું હતું.જોસેફ કોએબેર્લનું કહેવું હતું કે બરફમાં લોહી અને શરીર ઠંડું ન પડી જાય એ માટે તેમણે સંપૂર્ણ ધ્યાન સકારાત્મક વિચારો પર લગાવ્યું હતું. જેના કારણે તેમને ઠંડીનો અહેસાસ પણ નહોતો થયો. એના લીધે તેઓ બરફના બૉક્સમાં વધુ સમય વિતાવી શક્યા.બરફના બૉક્સમાં જોસેફે ગયા વર્ષ કરતાં અડધો કલાક વધુ સમય વિતાવીને પોતાનો જ રેકૉર્ડ બ્રેક કર્યો હતો.
