અણીયોર પાસે ચાર જુગાર રમતાં ચાર શકુની પકડાયા

Spread the love

સરડોઈ : અરવલ્લી જિલ્લા માં જુગારની મોસમ ખીલી છે.બુધવારે બપોરે માલપુર તાલુકાના અનીયોર (દલપુરા) ગામ ના સીમાડા માં પૈસા ની હાર જીત નો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે માલપુર પોલીસે રેડ કરતાં શૈલેષ મનું ભાઈ ખાંટ,રાકેશ હરિભાઈ ખાંટ,અરવિંદ ગિરિ ગોવિંદ ગિરિ ગોસ્વામી અને મેહુલ સિહ ભમર સિહ રાઠોડ રૂપિયા ૧૫૦૦૦ ની રોકડ,બે મોબાઇલફોન અને બાઈક સહિત કુલ રૂપિયા ૩૯૦૦૦ ના મુદ્દામાલ સાથે રંગેહાથે પકડાઈ જતાં માલપુર, મોડાસા અને ધનસુરા તાલુકાના જુગારી ઓ ને લોકઅપ માં ધકેલી ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.

દિનેશ નાયક (સરડોઈ)

Right Click Disabled!