અનલૉક પછી મોડાસા એસ ટી ડેપોમાં હવે મુસાફરોના ખિસ્સા સલામત રહ્યા નથી……

Spread the love

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે આવેલ એસ.ટી ડેપોમાં બસમાં ચડતાં ઊતરતાં મુસાફરોના ખિસ્સા હળવા થઈ જવાની ઘટના આમ બની ગઈ છે. ખિસ્સાકાતરૂઓ માટે મોડાસા બસ મથક સ્વર્ગ બની ગયું છે. ઘણા કિસ્સાઓમાં મુસાફરો પોલીસ કાર્યવાહીની પળોજણમાં કોણ પડે એમ સમજી ફરિયાદ કરવાનું ટાળતા હોય છે. અનલૉક થયા બાદ પાછા ખિસ્સાકાતરૂઓ સક્રીય થઈ ગયા હોય એમ લાગે છે.

આજરોજ મોડાસા – અમદાવાદ જતી એક બસમાં સલીમ પટેલ નામના પત્રકાર મુસાફરી કરવા ચડી રહ્યા હતા. ત્યારે ખિસ્સાકાતરુ ચોર ટોળકીના ત્રણ ચાર વ્યક્તિઓ બસના દરવાજા આગળ ઉભા રહી, બસ ક્યાં ઉભી રહેશે તેમ પુછી વાતમાં ઉલજાવી બીજા ચોરે પાછળથી પાકીટ ખેંચી લીધું હતું. અને ખિસ્સાકાતરૂઓ બસમાંથી ઉતરી છૂમંતર થઈ ગયા પછી મુસાફર સલિમ પટેલને પાકીટ ચોરાયાની ખબર પડતાં ડેપોમાં કંડકટરને મલ્યા. પણ પછી શું? જે થવાનું હતું તે થઈ ગયું પત્રકાર સલિમ પટેલના પાકીટ માં રૂપિયા ૫૦૦૦/-રોકડ એટીએમ કાર્ડ, આધારકાર્ડ હતું જે ચોરાઈ ગયું.

Right Click Disabled!