અફીણનું વાવેતર કરનાર ખેડૂત ઝડપાયોઃ ૧૯૫૧ છોડ જપ્ત

અફીણનું વાવેતર કરનાર ખેડૂત ઝડપાયોઃ ૧૯૫૧ છોડ જપ્ત
Spread the love

વડોદરા,
વાંકાનેરના તરકીયા ગામની સીમમાં વાડીમાં મોરબી ર્જીંય્ અને વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી અફીણનું જંગી વાવેતર પકડી પાડ્યું છે. પોલીસે ૧૮ લાખના ૧૯૫૧ અફીણના છોડ સાથે નાથા ભલા મકવાણાની ધરપકડ કરી છે. વાંકાનેરના તરકીયા ગામની સીમમાં ચોટીલાના નાળીયેરી ગામના નાથાએ વાડીમાં અફીણનું વાવેતર કર્યું હોવાની બાતમી મળી હતી. વાંકાનેર તાલુકા પોલીસ અને મોરબી ર્જીંય્ની ટીમે દરોડો પાડતા અફીણના જથ્થાનું જંગી વાવેતર મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. કોઇની નજરે ન પડે તે માટે ઘઉં અને રજકાના વાવેતર વચ્ચે અફીણનું વાવેતર કર્યું હતું.
પોલીસને સ્થળ પરથી અફીણના ૧૯૫૧ મોટા છોડ (૨૨૫ કિલો) કિં. ૧૮ લાખનો જથ્થો મળી આવતા તે કબ્જે કરી વાડીના માલિક નાથા ભલાભાઇ મકવાણાની ધરપકડ કરી હતી. પકડાયેલ નાથાએ અફીણનું વાવેતર કોઇની નજરે ન પડે તે માટે ઘઉં અને રજકાના વાવેતર વચ્ચે અફીણનું વાવેતર કર્યું હતું. વાંકાનેર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Right Click Disabled!