અમદવાદ કલેક્ટર કચેરીમાં જનસેવા કેન્દ્ર,કલેક્ટર કોર્ટ અને હેરિટેજ વોક બંધ

Spread the love
  • કોરોના વાયરસના પગલે નિર્ણય લેવાયો

અમદાવાદ,
અમદાવાદમાં કોરોના વાયરસનાં બે પોઝિટિવ કેસ નોંધાયા બાદ અમદાવાદ તંત્ર દ્વારા કડક દિશા નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા શહેરના ગલ્લાઓ બંધ રાખવાનો આદેશ કરાયો છે. તો સાથે જ અમદાવાદ કલેક્ટર દ્વારા કલેક્ટર કચેરીમાં જનસેવા કેન્દ્ર અને કલેક્ટર કોર્ટ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો અમદાવાદ હેરિટેજ વિભાગ દ્વારા હેરિટેજ વોક પણ બંધ કરી દેવામાં આવી છે.
અમદાવાદમાં કોરોના વાયરસનાં બે પોઝિટિવ કેસ નોંધાયા બાદ અમદાવાદ કલેક્ટર કે.કે.નિરાલાએ કલેક્ટર કચેરી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. કલેક્ટર કચેરીનું જનસેવા કેન્દ્ર લોકો માટે બંધ રહેશે. સાથે જ કલેક્ટર કોર્ટને પણ ૧૦ દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય અમદાવાદ કલેક્ટરે કર્યો છે. કલેક્ટર કચેરીમાં ભીડ વધે નહીં તે માટે કલેક્ટર નિરાલા દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે જ અમદાવાદ કલેક્ટરે લોકોને બિનજરૂરી ભીડ ન કરવા અને જરૂરી ગાઈડલાઈન પાળવા અપીલ કરી હતી. સાથે જ રવિવારે જનતા કર્ફ્યુમાં લોકોને સહકાર આપવા માટે પણ જણાવ્યું હતું.
તો કોરોના વાયરસને પગલ અમદાવાદ હેરિટેજ વિભાગે પણ હેરિટેજ વોક બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં હેરિટેજ વિભાગે ૩૧ માર્ચ સુધી હેરિટેજ વોક બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

કચ્છમાં પણ વિદેશથી આવેલાં ૩ વ્યÂક્તઓ કોરોના શંકાસ્પદ તો બીજી બાજુ કચ્છમાં પણ કોરોના વાયરસનાં ૩ શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. સાઉદી અરબથી પરત આવેલાં એક આધેડ દંપતીમાં કોરોના વાયરસનાં શંકાસ્પદ લક્ષણો જાવા મળ્યા હતા. તો ગાંધીધામના એક યુવાનમાં પણ કોરોના વાયરસનાં શંકાસ્પદ લક્ષણો જાવા મળ્યા હતા. આ ત્રણેય વ્યÂક્તઓને કોરોના હોવાની શંકાને આધારે તાત્કાલિક ભુજ આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.

Right Click Disabled!