અમદાવાદની કંપની સહિત ૧૮ કંપનીઓને કોરોના ટેસ્ટ કીટ બનાવવાની મંજૂરી

Spread the love

અમદાવાદ,
ગુજરાતમાં કોરોનાના પાંચ કેસ પોઝિટિવ આવ્યા છે. જેને પગલે સરકાર અને મ્યુનિસિપલ તંત્ર કોરોનાને કાબૂમાં લેવા માટે પ્રયાસો કરી રÌšં છે. જેને પગલે અમદાવાદની એક કંપની સહિત ૧૮ કંપનીઓને કોરોના ટેસ્ટ કીટ બનાવવાની મંજૂરી આપવામાં આવી હોવાની માહિતી મળી છે.
તેમજ અમદાવાદની કંપનીને કોવિડ-૧૯ ટેસ્ટ કીટ બનાવવાનું લાઇસન્સ સેન્ટ્રલ ડ્રગ્ઝ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન તરફથી મળી ગયું છે. આ પ્રકારનું લાઈસન્સ મેળવનારી આ કંપની દેશની પ્રથમ કંપની છે. કંપનીનો દાવો છે કે આ કીટ માત્ર અઢી કલાકમાં કોરોનાના લક્ષણો શોધી કાઢશે. આ કંપની દેશમાં અત્યાર સુધીની એક માત્ર એવી કંપની છે જે કોરોનાનો ટેસ્ટ કરવા માટે RRT-PCRમશીનમાં વપરાયેલી રીએજન્ટ કીટનું ઉત્પાદન કરી શકશે.

Right Click Disabled!