અમદાવાદની ૧૨૦૦ બેડની નવી સિવિલ હોસ્પિટલ કોરોના માટે તૈયાર કરાશે

અમદાવાદની ૧૨૦૦ બેડની નવી સિવિલ હોસ્પિટલ કોરોના માટે તૈયાર કરાશે
Spread the love

ગુજરાતમાં કોરોનાના એકપછી એક કેસ બહાર આવી રહ્યાં છે. ગુજરાતમાં કોરોનાના ૧૩ પોઝિટિવ કેસો સામે આવી ચૂક્યા છે. રાજ્યમાં વધી રહેલા કોરોનાના પોઝિટિવ કેસો અંગે મુખ્યમંત્રીએ કહ્યું કે ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર રોક લગાવી છે. આપણે અત્યારે ફેઝ ૨ અને ૩ની વચ્ચે છીએ. ગભરાવાની જરૂર નથી. કોરોનાને કારણે મૃત્યુંનું પ્રમાણ ૨ ટકાથી ઓછું છે. ગુજરાતમાં આંતરિક સંપર્કનો માત્ર એક જ કેસ છે. સુરત. રાજકોટ. વડોદરા અને અમદાવાદમાં કોરોના વાઈરસ માટે અલગથી હોસ્પિટલ ઉભી કરવામાં આવશે. અમદાવાદમાં નવી સિવિલ હોસ્પિટલ જે ૧૨૦૦ બેડ છે તે આખી હોસ્પિટલ કોરોના વાઈરસના આઈસોલેશન માટે ઉભી કરવામાં આવશે. જ્યાં કોરોના વાઈરસની સારવાર માટેનો સ્ટાફ મુકવામાં આવશે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200320-WA0178.jpg

Right Click Disabled!