અમદાવાદમાં આજથી સોની બજાર અચોક્કસ મુદ્દત સુધી બંધ રહેશે

Spread the love

અમદાવાદ,
અમદાવાદઃ સમગ્ર દેશમાં કોરોના વાયરસની જીવલેણ બિમારીના વધી રહેલા જાખમને ધ્યાનમાં રાખીને ગુજરાતના વેપારી-ઔદ્યોગિક સંગઠનોએ બેથી ત્રણ દિવસ તો કોઇકે Âસ્થતિ સામાન્ય ન થાય ત્યાં સુધી અચોક્કસ મુદ્દત સુધી વેપાર-ધંધા અને કામકાજ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
અમદાવાદ ઇમિટેશન અને ગોલ્ડ ફો‹મગ જ્વેલરી એસોસિએશન દ્વારા તારીખ ૨૧ માર્ચ, ૨૦૨૦, શનિવારથી અચોક્કસ મુદ્દત સુધી કામકાજ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આજે એસોસિએશનની બેઠક યોજાઇ હતી જેમાં સર્વાનુતમે વેપારીઓએ પોતાનો વ્યવસાય બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
એસોસિએશનના પ્રમુખએ જણાવ્યું કે, સમગ્ર વિશ્વમાં ફેલાયેલી મહામારી કોરોના વાયરસથી બચવા માટે અમે અમારા તમામ સભ્યો-વેપારીઓને ૨૧ માર્ચ, શનિવારથી અચોક્કસ મુદત્ત સુધી કામકાજ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે વેપારીઓને આ રજા દરમિયાન કર્મચારીઓનો પગાર ન કાપવા અપિલ કરી છે. વધુમાં ઉમરેતા જણાવ્યું કે, બને તો કર્મચારીઓને અન્ય રીતે મદદરૂપ થવાનો પણ પ્રયાસ કરાશે.
નોંધનિય છે કે, અમદાવાદ ઇમિટેશન અને ગોલ્ડ ફો‹મગ જ્વેલરી એસોસિએશનમાં દરરોજ લગભગ રૂ.૪૦થી ૫૦ લાખનું ટર્નઓવર થાય છે. કોરોના વાયરસના સંક્રમણને લીધે જે અચોક્કસ મુદ્દત માટે બંધ રાખવાનું નક્કી કર્યું છે તેનાથી વેપારીઓને મોટું નુકસાન થશે.

Right Click Disabled!