અમદાવાદમાં હવે આવી ગયા છે રેઇન-માસ્ક

અમદાવાદમાં હવે આવી ગયા છે રેઇન-માસ્ક
Spread the love

દેશભરમાં ચોમાસું શરૂ થઈ ગયું છે અને કોરોનાએ પણ માઝા મૂકી છે એવા સમયે કોરોનાથી બચવા માટે માસ્ક પહેર્યા વિના રહેવાય એમ નથી. વરસાદમાં માસ્ક પલળી જાય એ પછી એ પહેરી રાખવામાં જોખમ છે. આ પ્રશ્નનો હલ અમદાવાદની એક કંપની લાવી છે. રેઇનકોટ બનાવતી આ કંપનીએ રેઇનકોટ જેવા જ વરસાદમાં ન પલળે એવા માસ્ક બનાવ્યા છે. પ્લાસ્ટિક બેઝના આ માસ્કની કિંમત ૧૫૦ રૂપિયા રાખવામાં આવી છે.

આ માસ્કની ખાસિયત એ છે કે એમાં પણ ઍર-બકેટ આપવામાં આવ્યું છે. ઍર-બકેટને કારણે માસ્કના પ્લાસ્ટિક મટીરિયલ વચ્ચે પણ શ્વાસ લેવાનું સરળ બને છે અને વરસાદ વચ્ચે માસ્ક પલળતા પણ નથી. રેઇન-માસ્કને ‘કોવિડ-19’ માસ્ક નામ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં વરસાદી વાતાવરણ મૉન્સૂન પહેલાં જ તૈયાર થઈ જતાં રેઇન-માસ્કને રિસ્પોન્સ સારો મળ્યો છે, પણ સાથોસાથ રેઇન-માસ્કના પ્રોડક્શનમાં અનેક બીજા લોકો પણ આવી ગયા છે.

WhatsApp-Image-2020-06-17-a_d.jpg

Right Click Disabled!