અમદાવાદ અગ્નિકાંડમાં ભગવાન બની આ મહિલા પોલીસ….

અમદાવાદ અગ્નિકાંડમાં ભગવાન બની આ મહિલા પોલીસ….
Spread the love

હાલમાં જ અમદાવાદની હોસ્પિટલમાં લાગેલ આગમાં કુલ 8 જેટલાં કોરોનાનાં દર્દીઓએ પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો. હાલમાં જ આ લાગેલ આગને સંબંધિત એક સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદમાં આવેલ નવરંગપુરમાં શ્રેય હોસ્પિટલમાં લાગેલ ભયંકર આગમાં કુલ 8 લોકોએ પોતાનાં જીવ ગુમાવ્યા હતા જયારે અન્ય કુલ 41 જેટલાં લોકોનાં જીવ પણ બચી ગયા હતાં. આ કુલ 41 લોકોનાં જીવ બચાવવામાં નવરંગપુરા પોલીસ સ્ટેશનનાં મહિલા PSI નો પણ ફાળો રહેલો છે.

જ્યારે નવરંગપુરા પોલીસ સ્ટેશન આગ લાગવાની માહિતી મળી ત્યારે મહિલા PSI કે.એમ.પરમાર પણ હોસ્પિટલ પર પહોંચ્યા હતાં. જ્યાં ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવ્યા બાદ લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન પણ શરૂ જ હતો. એવામાં કુલ 41 જેટલાં લોકો જે ફસાઈ ગ્યા હતાં એમનાં બચાવ માટેની ચીસ પણ પાડવામાં આવી રહી હતી. લોકોની બુમ સાંભળીને PSI કે.એમ.પરમારથી રહેવાયું ન હતું તથા તેઓ તેમની સાથેનાં કોઝન્ટેબલ ભરતભાઇની જ સાથે ઉપરનાં માળ પર પહોંચી પણ ગયાં હતાં. ઉપર જે લોકો બચવા માટેની મદદ માંગી રહ્યા હતાં.

એમને જીવનાં જોખમે PSI પરમારે બહાર લાવવાનો પ્રયાસ પણ કર્યો હતો .કુલ 41 જેટલાં લોકો અંદર ફસાઈ ગયાં હતાં. એમને PSI પરમારે જ બચાવ્યા હતાં. કોરોના વાયરસની આવી ગંભીર સ્થિતિમાં જ્યારે પોઝિટિવ થઈને પાછાં આવેલ વ્યક્તિથી પણ લોકો દૂર રહેતાં હોય છે. ત્યારે કોરોનાથી પોઝિટિવ આવ્યા પછીની સારવાર લઈ રહેલ લોકોને બચાવવા માટે તો ન PPE ની કીટ પહેરી હતી કે ન તો કોઈ સાવધાની પણ રાખી હતી. PSI પરમારની કામગીરીને ઉચ્ચ અધિકારીઓએ પણ ખુબ જ વખાણી હતી તથા એમની આ કામગીરીને બીજાં લોકોની માટે પણ માનવતાનું પણ ઉમદુ ઉદાહરણ પૂરું પાડ્યુ છે.

IMG-20200808-WA0000.jpg

Right Click Disabled!