અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડનારી મેટ્રોનું કામ પૂર્ણ

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડનારી મેટ્રોનું કામ પૂર્ણ
Spread the love

અમદાવાદ- ગાંધીનગર વચ્ચે દોડનારી મેટ્રો ટ્રેનને લઇને વિજય રૂપાણીએ સૌથી મોટી જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે શાહપુરથી એપેરલ પાર્ક સુધીની અંડરગ્રાઉન્ડ ટનલનું કામ પૂર્ણ થઇ ગયું હોવાની જાહેરાત સીએમે કરી છે. તેમણે ટ્વીટ કરી માહિતી આપી કે શાહપુરથી એપેરલ પાર્ક સુધીની કુલ 6.51 કિમીની ટનલનું કામ પૂર્ણ થઇ ગયું છે.

શહેરમાં 6.51 કીલોમીટર સુધી ભૂર્ગમાં મેટ્રો ટ્રેન દોડશે. જ્યારે શહેરના અન્ય વિસ્તાર જેમકે સરસપુરમાં ભૂર્ગગ ટનલની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે આ ભૂગર્ભ ટનલનું કાર્ય માર્ચ 2017ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું, જ્યારે 60 ટકા જેટલું કાર્ય પૂર્ણ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદીઓને ટૂંક સમયમાં મેટ્રોની સફરનો આનંદ મળશે.

અમદાવાદીઓને ટૂંક સમયમાં મેટ્રોની સફરનો આનંદ મળશે પશ્ચિમમાં થલતેજથી પૂર્વમાં વસ્ત્રાલ અને ઉત્તરમાં મોટેરાથી દક્ષિણમાં એપીએમસી માર્કેટ વાસણા સુધીનો પહેલા તબક્કાનો ૩૭ કિ.મી.નો રૂટ સપ્ટે.ર૦રર સુધીમાં તૈયાર થઇ જશે. મેટ્રો રેલવેના પહેલા તબક્કા હેઠળના ૩૭ કિ.મી.ના રૂટમાં તંત્ર દ્વારા ૧૩૦ એન્ટ્રી અને એક્ઝિટ પોઇંટ ઊભા કરાયાં છે.

અમદાવાદના કયા વિસ્તારને મળવાનો છે લાભ

મોટેરા સ્ટેડિયમ, સાબરમતી, એ.ઇ.સી, સાબરમતી રેલવે સ્ટેશન, રાણીપ, વાડજ, વિજય નગર ઉસ્માનપુરા, જૂની હાઇ કોર્ટ ઇન્ટરચેન્જ ગાંધીગ્રામ, પાલડી, શ્રેયસ, રાજીવ નગર, જીવરાજ પાર્ક, એપીએમસી થલતેજ ગામ, થલતેજ, દુરદર્શન કેન્દ્ર, ગુરુકુળ રોડ, ગુજરાત યુનિવર્સિટી, કોમર્સ છ રસ્તા, સ્ટેડિયમ, જૂની હાઇ કોર્ટ ઇન્ટરચેન્જ શાહપુર, ઘીકાંટા, કાલુપુર રેલવે સ્ટેશન, કર્વન બજાર, કાંકરિયા પૂર્વ, એપેરલ પાર્ક ડેપો અમરાઈવાડી, રબારી કોલોની, વસ્ત્રાલ, નિરાંત ચાર રસ્તા, વસ્ત્રાલ ગામને લાભ મળશે

metro.jpg

Right Click Disabled!