અમદાવાદ નવ નિયુક્ત પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ

અમદાવાદ : નવ નિયુક્ત અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સોમવારે બપોરે 12 વાગ્યે પોલીસ કમિશનર તરીકેનો આજે ચાર્જ સંભાળશે. આ અગાઉ સંજય શ્રીવાસ્તવ પોલીસ હેડ ક્વાર્ટર તેમ જ વહીવટી શાખામાં સંયુકત પોલીસ કમિશનર રહી ચૂકયા છે, તેમજ ઝોન – 1 – 2 – 3 અને 5 માં ડીસીપી તરીકે ફરજ બજાવી ચૂકયા છે. 1987 બેચના આઈપીએસ અધિકારી સંજય શ્રીવાસ્તવને તાજેતરમાં જ સરકારે ડીજીપી તરીકેનું પ્રમોશન આપ્યું હતું જ્યારે શનિવારે મોડી રાતે થયેલી આઈપીએસ અધિકારીઓની બદલીમાં સંજય શ્રીવાસ્તવની નિમણૂક અમદાવાદ પોલીસ કમિશનર તરીકે કરવામાં આવી છે.
કામ કરવાનો બહોળો અનુભવ સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે તેઓ 2003થી 2005 સુધી રાજકોટ પોલીસ કમિશનર રહ્યા હતા. અગાઉ એસપી તરીકે કચ્છ, ભરૂચ, ગાંધીનગર, પાટણ, મહેસાણા ફરજ બજાવી ચૂકયા છે. જ્યારે પણ ઝોન – 1 – 2 – 3 અને 5 માં ડીસીપી તરીકે તેમજ શાહીબાગ પોલીસ હે.ક્વા. તેમજ વહીવટી શાખામાં સંયુકત પોલીસ કમિશનર તરીકે પણ ફરજ બજાવી ચૂકયા છે. પોલીસ કમિશનર બન્યા ત્યારસુધી તેઓ સીઆઈડી ક્રાઈમના વડા હતા. જ્યારે પોલીસ કમિશનર તરીકે નિમણૂક થતા તેઓ આજે બપોરે 12 વાગ્યે ચાર્જ સંભાળશે.
કમિશનર કચેરીમાં લાલ જાજમ બિછાવાઈ
પોલીસ કમિશનર આશિષ ભાટિયાને ગુજરાત રાજ્યના ડીજીપી બનાવાતાં તેમણે શુક્રવારે સાંજે જ ડીજીપી તરીકેનો ચાર્જ સંભાળી લીધો હતો. જ્યારે પોલીસ કમિશનર તરીકે સંજય શ્રીવાસ્તની નિમણૂક થતા તેમના સ્વાગત માટે પોલીસ કમિશનર કચેરીમાં લાલ જાજમ બિછાવવામાં આવી છે અને તમામ તૈયારીઓ પણ કરી દેવાઈ છે.
