અમદાવાદ સિવિલમાં ફરજ બજાવતા રીટાબેન નાયીને કોરોના વોરીયર્સ પ્રમાણપત્ર અને શિલ્ડ એનાયત

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના હડીયોલ ગામના વતની અને અડાઠમ જથ નાયી સમાજના આગેવાન શામળભાઇ નાયી નિવૃત શિક્ષકની પુત્રી અને આગીયોલ ગામના વતની છે.હાલ અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતા રીટાબેન શામળભાઇ નાયીએ કોરોના મહામારીના સમયમાં અમદાવાદ સિવિલમાં કોરોના વોર્ડમાં રાતદિવસ જોયા વગર કોરોનાના દર્દીઓની સતત અને ખડેપગે રહી સેવાઓ આપતા ગુજરાત નર્સીગ યુનીયન દ્વારા હીનાબેનને કોરોના વોરીયર્સ તરીકે નું પ્રમાણપત્ર અને શિલ્ડ એનાયત કર્યો છે.
અત્રે ઉલ્લેખવુ જરૂરી છે કે હીનાબેન કોરોના વોર્ડમાં સેવા આપતા આપતા સંક્રમણની અસરથી તેમનો પણ કોવીડ પોઝિટિવ આવવા છતાંય સારવાર બાદ નેગેટિવ રીપોર્ટ આવતાં તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ તૈયાર થઈ ગયા પછી પણ કોરોના ના વોર્ડમાં ફરજ બજાવી સેવા આપી રહ્યા છે તે ધન્યવાદને પાત્ર છે હીનાબેન ને તેમની કારકિર્દી વધારી. સમગ્ર નાયી સમાજ હડીયોલ ગામ, આગીયોલ ગામ,અમદાવાદ સિવિલ હોસ્પિટલનું ગૌરવ વધાર્યું છે… ધન્યછે આવા આરોગ્ય કર્મચારી અને નારી શક્તિ ને.આજની સલામ.
