અમદાવાદ-હાવડા ટ્રેન હવે અઠવાડિયામાં ત્રણ દિવસ દોડશે

અમદાવાદ-હાવડા ટ્રેન હવે અઠવાડિયામાં ત્રણ દિવસ દોડશે
Spread the love

વડોદરામાં રહેતા બંગાળી પરિવારો અને બંગાળમાં રહેતા ગુજરાતી પરિવારો માટે રાહતના સમાચાર એ છે કે પશ્ચિમ રેલવે દ્વારા દોડાવવામાં આવતી અમદાવાદ-હાવડા વિક્લી સ્પેશિયલ ટ્રેન હવે અઠવાડિયામાં ત્રણ દિવસ દોડશે. ટ્રેન નં.02833, તા. 18 સપ્ટેમ્બરથી અઠવાડિયામાં શુક્ર, સોમ અને બુધવારે અમદાવાદથી મોડી રાત્રે 12.15 વાગ્યે હાવડા જવા રવાના થશે અને ત્રીજા દિવસે બપોરે 13.30 વાગ્યે હાવડા પહોંચશે. તે રીતે ટ્રેન નં.02834, તા. 15 સપ્ટેમ્બરથી અઠવાડિયામાં મંગળ, શુક્ર અને રવિવારે હાવડાથી રાત્રે 23.55 વાગ્યે અમદાવાદ જવા રવાના થશે

અને ત્રીજા દિવસે બપોરે 13.25 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન ગુજરાતમાં નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, ઉધના, બારડોલી, મઢી, વ્યારા, નવાપુર સ્ટોપ કરશે.ટ્રેનમાં એ.સી.ટુ ટીયર, એ.સી.થ્રી ટીયર, સ્લીપર કોચ અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ રહેશે. આ ટ્રેનમાં મુસાફરી માટે રિઝર્વેશન ફરજીયાત છે. ઉલ્લેખનિય છે કે યાત્રિકોેના ધસારાને ધ્યાનમાં રાખીને ટ્રેનને વિકલીના બદલે અઠવાડિયામાં ત્રણ વખત દોડાવાનો નિર્ણય લેવાયો છે.

14_1599435806.jpg

Right Click Disabled!