અમદાવાદ LJ ઇન્સ્ટીટયુટ ઓફ ફાર્મસીના છાત્રોએ શિક્ષક દિનની અનોખી વર્ચ્યુઅલ ઉજવણી કરી

અમદાવાદ LJ ઇન્સ્ટીટયુટ ઓફ ફાર્મસીના છાત્રોએ શિક્ષક દિનની અનોખી વર્ચ્યુઅલ ઉજવણી કરી
Spread the love

આવી કોરોનાની મહામારીના સમયમાં વિધ્યાર્થીઓ દ્વારા શિક્ષકદિનની ઉજવણી સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરીને પહેલી વાર ઓનલાઈન અનોખી રીતે વર્ચ્યુઅલી ઉજવણી કરી. ભારત નાં પ્રથમ ઉપ રાષ્ટ્રપતિ અને દ્વિતીય રાષ્ટ્રપતિ તથા ભારતરત્ન થી સન્માનિત એવા ડૉ. રાધાકૃષ્ણ સર્વપલ્લી નાં જન્મદિવસ કે જેને શિક્ષકો નાં દેશ તથા દેશ નાં ભવિષ્ય માટે નાં યોગદાન ને ધ્યાનમાં રાખતાં શિક્ષક દિન નિમિત્તે એલ. જે. ઇન્સ્ટીટયુટ ઓફ ફાર્મસી નાં વિદ્યાર્થીઓએ શિક્ષકોની મદદ તથા સહયોગથી વર્ચ્યુઅલી શિક્ષક દિન ઉજવ્યો. શિક્ષક દિન ની ઉજવણી માં વિદ્યાર્થીઓએ શિક્ષક ની ભૂમિકા ભજવીને ઓનલાઈન લેક્ચર્સ લીધા તેમજ વિદ્યાર્થીઓએ શિક્ષકો સાથે વર્ચ્યુઅલી રમી શકાય તેવી રમતો પણ રમ્યા. વિધ્યાર્થીઓએ દરેક શિક્ષકને એમની ખાસિયત પ્રમાણે નામોથી નવાજયા અને એક અલગ પ્રકારની ‘ઓનલાઇન એવોર્ડ સેરેમની’ નું આયોજન કર્યું.

સાથે સાથે વિદ્યાર્થીઓએ શિક્ષકો અને નોન ટીચિંગ સ્ટાફ સાથે માણેલાં અને ઉજવેલાં જૂના સંસ્મરણો ને વાગોળતી શિક્ષકો તથા નોન ટીચિંગ સ્ટાફ સાથેની તસવીરો તેમજ વિડિઓ ક્લિપ સાથે શિક્ષકો અને નોન ટીચિંગ સ્ટાફ દ્વારા મળેલા શૈક્ષણિક તેમજ કલાત્મક માર્ગદર્શન તથા વિદ્યાર્થીઓને મળેલી શાબાશી અને સજા નાં મીઠડાં પળો ને યાદ કરતાં આંખનાં ખૂણા ભીનાં કરી દેતાં એ પળો ને હંમેશા યાદ રાખવાં ની કોશિશ સાથે, શિક્ષકો અને નોન ટીચિંગ સ્ટાફ ને એમનાં સાથે માણેલાં પળ હંમેશા યાદ રાખવાની કોશિશ સાથે ભેટ કર્યા. સતત ઓનલાઈન લેક્ચર્સ લેવાના કારણે શિક્ષકોની આંખો પર ભાર પડે છે તેને અનુલક્ષીને એલ. જે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસીને ઓકયુરા આઈકેર ના સૌજન્યથી ફ્રી આઈ કુલિંગ પેડની વહેચણી કોલેજનાં દરેક શિક્ષકોને કરી. જેથી કોલેજના દરેક શિક્ષકોને લેકચર લીધા પછી તેમની આંખોને ઠંડક મળે.

રિપોર્ટ : નટવરલાલ ભાતિયા

IMG-20200905-WA0007.jpg

Right Click Disabled!