અમરેલીના મુલ્‍યનિષ્ઠ કલમ નવેશી અખબારી જગતનું અજવાળું કાંતિભાઈ કામદારનું અવસાન

અમરેલીના મુલ્‍યનિષ્ઠ કલમ નવેશી અખબારી જગતનું અજવાળું કાંતિભાઈ કામદારનું અવસાન
Spread the love

અમરેલી જિલ્‍લાએ એક નિષ્ઠાવાન પત્રકાર ગુમાવ્‍યા અમરેલીના મુલ્‍યનિષ્ઠ પત્રકાર કાંતિભાઇ કામદારના નિધનથી શોક પત્રકાર આલમમાં શોકનું વાતાવરણ અમરેલી જિલ્‍લાના પત્રકાર જગતના વડીલ અને માર્ગદર્શક તથા મુલ્‍યનિષ્ઠ પત્રકારત્‍વના આગ્રહી એવા જિલ્‍લાના વરિષ્ઠ પત્રકાર કાંતિભાઇ કામદારનું આજે ૮૪ વર્ષની ઉંમરે નિધન થતા અમરેલી જિલ્‍લાના પત્રકાર જગતમાં ઘેરાશોકની લાગણી ફરી વળી છે અને અમરેલી જિલ્‍લાના પત્રકાર જગતે એક માર્ગદર્શક અને મોભી ગુમાવ્‍યા છે.

સ્‍વ. કાંતિલાલ નરભેરામભાઇ કામદાર (ઉ.વ.૮૪) સ્‍થાનકવાસી જૈન સંઘના ટ્રસ્‍ટી પણ હતા. સ્‍વ. કાંતિભાઇ એન. કામદાર તે જયેશભાઇ તથા જીતેશભાઇ અને પત્રકાર રાજુભાઇ કામદારના પિતા તેમજ વિરલભાઇ કામદાર (અ.જી.મ.સ.બેંક-જરખીયા શાખા)ના દાદા થતા હતા તેમના દુઃખદ અવસાનનાસમાચારથી અમરેલી તથા રાજયભરના જુની પેઢીના પત્રકારોમાં શોકની લાગણી ફરીવળી હતી.

ગાંધીવાદી સ્‍વાતંત્ર્ય સેનાની સ્‍વ. ખોડીદાસભાઇ ઠકકરના સાથીદાર એવા કાંતિલાલ કામદારની અંતિમ યાત્રામાં પત્રકાર જગત તથા જૈન સમાજ અને વિવિધ ક્ષેત્રના અગ્રણી જોડાયા હતા અને તેમને શ્રઘ્‍ધાંજલિ આપી હતી તેમનું ટેલીફોનીક બેસણું તા. ૭/૯/૨૦ ને સોમવારે સાંજે ૪-૦૦ થી ૬-૦૦ તેમના નિવાસ સ્‍થાન ગીરીરાજ નગર કો.ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી, લીમીટેડ ખાતે રાખવામાં આવેલ છે.

IMG-20200905-WA0001.jpg

Right Click Disabled!