અમરેલી જિલ્લામાં વધુ 14 કોવિડ-19 પોઝિટિવ કેસ નોંધાયા : કુલ 197

અમરેલી જિલ્લામાં વધુ 14 કોવિડ-19 પોઝિટિવ કેસ નોંધાયા : કુલ 197
Spread the love
  • ૧૫ મૃત્યુ, ૯૧ ડિસ્ચાર્જ અને ૯૧ સારવાર હેઠળ

અમરેલી : આજે તા. ૧૫ જુલાઈના અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯ના વધુ ૧૪ પોઝિટિવ કેસ નોંધાયેલ છે. જાફરાબાદના બાબરકોટના ૨૫ વર્ષીય પુરુષ, અમરેલીના પ્રમુખસ્વામીનગરના ૫૫ વર્ષીય મહિલા, અમરેલીના રીકડીયાના ૩૬ વર્ષીય પુરુષ, ખાંભાના મોટા બારમણના ૬૨ વર્ષીય પુરુષ, સાવરકુંડલાના નેસડી રોડના ૫૬ વર્ષીય મહિલા, સાવરકુંડલાના સિમરણના ૭૦ વર્ષીય વૃદ્ધા, લાઠીના હજીરાધારના ૩૩ વર્ષીય પુરુષ, અમરેલી લાઠી રોડના ૩૧ વર્ષીય પુરુષ, ચિતલના ૪૪ વર્ષીય પુરુષ, અમરેલી ચક્કરગઢ-દેવળિયાના ૩૫ વર્ષીય મહિલા, લાઠીના ટોડાના ૪૭ વર્ષીય પુરુષ, અમરેલી રોકડવાડીના ૩૮ વર્ષીય પુરુષ, લાઠીના શાખપુરના ૫૩ વર્ષીય મહિલા અને સાવરકુંડલાના ૮૬ વર્ષીય પુરુષના કોવિડ-૧૯ના રિપોર્ટ પોઝિટિવ આવેલા છે.

હાલ આ દર્દીના રહેઠાણની આસપાસના વિસ્તારને કંટેઇન્મેન્ટ ઝોન જાહેર કરવાની તેમજ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને કોરેન્ટાઇન કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. આમ અમરેલી જિલ્લામાં ૧૫ મૃત્યુ, ૯૧ ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા છે તેમજ ૯૧ સારવાર હેઠળ છે. આજ સુધી કુલ ૧૯૭ પોઝિટિવ કેસ નોંધાયેલ છે. આપને કે આપની આજુબાજુમાં કોઈને પણ તાવ-શરદી-ખાંસી કે ગળામાં દુઃખાવા જેવા લક્ષણો જણાય તો આરોગ્ય વિભાગના કંટ્રોલ રૂમ નંબર ૦૨૭૯૨-૨૨૮૨૧૨ તથા ૮૨૩૮૦ ૦૨૨૪૦ અથવા રાજ્યની હેલ્પલાઇન ૧૦૪ કે કેન્દ્રની હેલ્પલાઇન ૧૦૭૫ ઉપર તાત્કાલિક જાણ કરવા આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવે છે. આવી માહિતી છુપાવવી કે મોડી આપવી જોખમી સાબિત થઈ શકે છે.

સુમિત ગોહિલ (અમરેલી)
જિલ્લા માહિતી કચેરી

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

IMG-20200715-WA0009.jpg

Right Click Disabled!