અમરેલી જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ તથા પોલીસ અધિક્ષકએ બુટલેગર ઇસમો સામે પાસાનું શસ્‍ત્ર ઉગામ્યું

અમરેલી જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ તથા પોલીસ અધિક્ષકએ બુટલેગર ઇસમો સામે પાસાનું શસ્‍ત્ર ઉગામ્યું
Spread the love
  • અમરેલી જિલ્‍લાના એક ભયજનક તેમજ બે પ્રોહી બુટલેગર ઇસમો પાસા તળે સુરત મધ્યસ્‍થ જેલમાં ધકેલાયા

અમરેલી પોલીસ અધિક્ષકશ્રી. નિર્લિપ્‍ત રાય સાહેબ દ્વારા અમરેલી જિલ્‍લાના શરીર-સબંધી ગુન્‍હાઓ કરવાની ટેવ વાળા અને ઘાતક હથિયારો સાથે નિર્દોષ નાગરીકો ઉપર દાદાગીરી કરી, જાહેર વ્યવસ્‍થા ખોરવતા અને ભયનું સામ્રાજ્ય ફેલાવી આંતક મચાવતાં માથાભારે અને ભયજનક ઇસમો તેમજ દારૂ ગાળવાની, હેર-ફેર તથા વેચાણ સહિતની પ્રોહિબીશનની અસામાજીક પ્રવૃતિ કરનાર ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા અને આવા ગુન્‍હેગારોને કાયદાનું ભાન થાય તેમજ જિલ્‍લામાં કાયદો અને વ્યવસ્‍થા સુદઢ બને તે માટે પાસા-તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય.

જે અન્‍વયે રાજુલા પો.સ્‍ટે.ના પોલીસ ઇન્‍સ. શ્રી.આર.એમ.ઝાલા દ્વારા ભયજનક ઇસમ નરેશ ઉર્ફે ઘુઘો કેશુભાઇ ધાખડા, ઉં.વ.૨૪, રહે.વડલી, તા.રાજુલા, જિ.અમરેલી વાળા વિરૂધ્‍ધ તથા શ્રી.એ.વી.પટેલ, પો.સ.ઇ. ચલાલા પો.સ્‍ટે. દ્વારા પ્રોહિબીશનની પ્રવૃતિ કરતાં (૧) વનરાજ ભીમભાઇ વાળા, ઉં.વ.૩૬, રહે.માણાવાવ, તા.ધારી, જિ.અમરેલી (ર) મહિપત જીલુભાઇ વાળા, ઉં.વ.૨૪, રહે.માણાવાવ, તા.ધારી, જિ.અમરેલીવાળાઓ વિરૂધ્‍ધ પુરાવાઓ એકઠાં કરી, પાસા દરખાસ્‍ત તૈયાર કરી, પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓ મારફતે જીલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી અમરેલીનાઓ તરફ મોકલી આપેલ.

આવા ભયજનક અને પ્રોહી બુટલેગર ઇસમોની સમાજ વિરોધી અસામાજીક પ્રવૃતિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં અમરેલી જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી આયુષ ઓક સાહેબનાઓએ ઉપરોક્ત ત્રણેય ઇસમો વિરૂધ્‍ધ પાસાના વોરંટ ઇસ્‍યુ કરતાં અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબની સુચના મુજબ અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમે ઉપરોક્ત ત્રણેય ઇસમોને પાસા વોરંટની બજવણી કરી, લાજપોર મધ્યસ્‍થ જેલ, સુરત ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપવા તજવીજ કરેલ છે.

ભયજનક ઇસમ નરેશ ઉર્ફે ઘુઘો કેશુભાઇ ધાખડાનો ગુન્‍હાહિત ઇતિહાસ
રાજુલા તાલુકાના વડલી ગામના માથાભારે અને ભયજનક ઇસમ નરેશ ઉર્ફે ઘુઘો કેશુભાઇ ધાખડા વિરૂધ્‍ધમાં સને ૨૦૧૪ થી સને ૨૦૨૦ સુધીમાં એટ્રોસીટી, બળજબરીથી કઢાવી લેવું, ગુનાહિત ધાક ધમકી, મારા મારી, લાયસન્‍સ વગર ઉંચા વ્યાજે નાણા આપવા, જુગાર ધારા, પ્રોહિબીશન એક્ટ હેઠળ *કુલ ૯ ગુન્‍હાઓ નોંધાયેલ છે.

પ્રોહી બુટલેગર મહિપત જીલુભાઇ વાળા, રહે.માણાવાવ વાળાનો ગુન્‍હાહિત ઇતિહાસ
મહિપત જીલુભાઇ વાળા વિરૂધ્‍ધમાં સને ૨૦૧૮ થી સને ૨૦૨૦ સુધીમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવવાના, દેશી દારૂના કબ્જાના મળી પ્રોહિબીશન એક્ટ હેઠળ કુલ 5 ગુન્‍હાઓ નોંધાયેલ છે.

પ્રોહી બુટલેગર વનરાજ ભીમભાઇ વાળા, રહે.માણાવાવ વાળાનો ગુન્‍હાહિત ઇતિહાસ
વનરાજ ભીમભાઇ વાળા વિરૂધ્‍ધમાં સને ૨૦૧૦ થી સને ૨૦૨૦ સુધીમાં મોટા પ્રમાણમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવવાના, દેશી દારૂના કબ્જાના મળી પ્રોહિબીશન એક્ટ હેઠળ કુલ 10 ગુન્‍હાઓ નોંધાયેલ છે.

આવા ભયજનક અને પ્રોહી બુટલેગર ઇસમો સામે પાસા હેઠળ કાર્યવાહી કરી જેલ હવાલે કરી અસામાજીક પ્રવૃતિ કરતાં ઇસમો સામે ચેતવણીરૂપ કામગીરી કરેલ છે.

રીપોર્ટ : વિક્રમ સાંખટ (રાજુલા)

IMG-20200709-WA0032.jpg

Right Click Disabled!