અમરેલી જીલ્લાની હૃદય કંપાવતી ઘટના

Spread the love
  • ત્રણ વર્ષ ની બાળકી ઉપર બળાત્કાર

સાવરકુંડલા શહેરમાં નાવલી નદીના પટમાં ઝૂંપડું બાંધી રહેતા ભિક્ષાવૃત્તિ કરતા પરિવારની ત્રણ વર્ષની દીકરી પોતાના માતા પિતા સાથે નદીના પટ સૂતી હતી. અને નરાધમ તેને વહેલી સવારે ઉપાડી જઈ સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામ ખાતે લઈ જઈ બળાત્કાર (રેપ) કર્યો. બાળકી ને મોટા ઝીંઝુડા ગામ ના બસ સ્ટેન્ડ નાખી બળાત્કારી ઓ ફરાર થઈ ગયા.

વહેલી સવારે ગામ લોકો ની અવર જવર શરૂ થતાં લોહી લુહાણ હાલત માં બાળકી નજરે પડતા પોલીસ અને ૧૦૮ ને જાણ કરવામાં આવી. પોલીસ દ્વારા રેપ ની ફરિયાદ દાખલ કરી આરોપી ને પકડવા સાવરકુંડલા તાલુકો માં નાકાબંધી કરવામાં આવી. અમરેલી જીલ્લા પોલિસ વડા નિરલિપ્ત રાય, એ.એસ.પી. પ્રેમસુખ ડેલું, એ.એસ.પી. સુશીલ અગ્રવાલ, ડી.વાય.એસ.પી. ચૌધરી, એલ.સી.બી. પી.આઈ. કરમટા સાવરકુંડલા દોડી આવ્યા. સાવરકુંડલા શહેર થી (8) આઠ કિલોમીટર દૂર છે મોટા ઝીંઝુડા ગામ.

રિપોર્ટ : યોગેશ કાનાબાર (રાજુલા)

Right Click Disabled!