અમરેલી : પશુ સંપદા, સમૃદ્ધિને આરોગ્ય રક્ષા કવચ ઘેર બેઠાં પૂરા પાડવાનો અભિનવ પ્રયોગ

અમરેલી : પશુ સંપદા, સમૃદ્ધિને આરોગ્ય રક્ષા કવચ ઘેર બેઠાં પૂરા પાડવાનો અભિનવ પ્રયોગ
Spread the love
  • જિલ્લાના ગ્રામીણ પશુપાલકોને ઓન કોલ ૧૯૬ર સેવાથી નિ:શૂલ્ક પશુ સારવાર ઉપલબ્ધ થશે : સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા
  • પ્રારંભિક તબક્કે ૦૫ મોબાઇલ પશુ દવાખાનાને સાંસદશ્રી દ્વારા પ્રસ્થાન

અમરેલી જિલ્લામાં ગ્રામીણ પશુપાલકનો ઓન કોલ ૧૯૬૨ સેવાથી પશુઓને સારવાર અને આરોગ્યનું રક્ષણ મળી રહે તે માટે સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા, જિલ્લા કલેકટર શ્રી આયુષ ઓક અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં બે મોબાઇલ પશુ દવાખાનાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્ય સહિત અમરેલી જિલ્લામાં સરકાર દ્વારા જી.વી.કે ઇ.એમ.આર.આઇ સાથે પીપીપી મોડલ પશુઓની સારવાર માટે અપનાવેલ છે. આ તકે સાંસદ શ્રી નારણભાઇ કાછડિયાએ જણાવ્યું હતું કે જિલ્લાની પશુ સંપદા-સમૃદ્ધિને અને જિલ્લાના સર્વાંગી વિકાસ માટે ઊદ્યોગો સાથે પશુપાલન-ખેતીનુ પણ વિશેષ મહત્વ છે.

અમરેલી જિલ્લો શ્વેતક્રાંતિ – હરિતક્રાંતિમાં અગ્રેસર છે. જિલ્લાને પશુ મોબાઇલ દવાખાના મળતાં પશુપાલકોને વિશેષ લાભ થનાર છે. આજે અમરેલીના આંગણે એનિમલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે એ અમરેલી જિલ્લાના પશુપાલકોને, માલધારીઓ માટે ખુબ જ ફળદાયી નીવડશે. આ ઉપરાંત મંત્રીશ્રીએ જિલ્લાના તમામ પશુપાલકોને આ સેવાનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો. નાયબ પશુપાલન નિયામક ડો. ટી. સી. ભાડજાએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં ૫ મોબાઈલ પશુ દવાખાનાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

જે હાલ ૫ તાલુકાઓમાં કાર્યરત થશે. કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨ તેમજ ૧૦૮ના સફળ અનુંભવને લઇને સરકાર દ્વારા ૧૦ ગામ દીઠ ૦૧ મોબાઇલ પશુ દવાખાના યોજનાનો પ્રારંભ કરાયો છે. આ મોબાઇલ પશુ દવાખાના નિયત કરેલ ગામોમાં નિશુ્લ્ક સારવાર ઘર બેઠા આપશે. જિલ્લામાં ૩૬૫ દિવસ સવારે ૦૭ કલાકથી સાંજે ૦૭ કલાક દરમિયાન પશુપાલકોને આ સેવા ઘરબેઠા ઉપલ્બધ બની છે. અમરેલી જિલ્લા પંચાયતની પશુપાલન શાખાની કચેરી ખાતેથી ૫ મોબાઇલ પશુ દવાખાનાને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા અપાઇ હતી. આ તકે જિલ્લા પંચાયતની વિવિધ શાખાઓના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ ૧૦૮ ના કર્મીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

સુમિત ગોહિલ (જિલ્લા કચેરી – અમરેલી)
રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

IMG-20200625-WA0034.jpg

Right Click Disabled!