અમરેલી : મોટી કુકાવાવ ગામ શ્રીનાથજી હવેલી દ્વારા રથયાત્રા ઉત્સવ

અમરેલી : મોટી કુકાવાવ ગામ શ્રીનાથજી હવેલી દ્વારા રથયાત્રા ઉત્સવ
Spread the love

ભગવાન શ્રી કૃષ્ણ સમસ્ત જગતના સ્વામી છે. જેમ પ્રાચીન કાળમાં રાજઓ પોતાની પ્રજાનો નિરીક્ષણ કરવા માટે રથમાં બેસી ને પોતાના રાજ્યમાં ફરતા હતા. એ જ ભાવથી અમે બધા પ્રજાજન અમારા રાજા ભગવાન શ્રી કૃષ્ણની રથયાત્રાનો ઉત્સવ દર વર્ષે ઉજવીયે છીએ. આપણે અપણો વ્યર્થનો અહંકાર અને મમત્વ રાજ્યમાં રાખવો નહિ પ્રાચીન કાળમાં ભક્ત રાજાઓ પોતાને ભગવાનનો ભક્ત માનીને રાજ્યનો શાસન કરતાં હતાં.આતો થયું મર્યાદા માર્ગનો ભાવ, પુષ્ટિમાર્ગમાં તો વિશેષ અનુગ્રહ તથા પ્રેમના કારણે સમસ્ત જગતના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ પોતાને ભક્તના ઘરનો સ્વામી મની લે છે. એટલા માટે દરેક પુષ્ટિભક્ત એના સેવ્ય પ્રભુની રથયાત્રા બહાર ગામમાં ન કાઢીને પોતાના ઘરમાં જ કાઢે છે. કારણ કે અમારા ઘરના સ્વામી/ રાજા તો અમારા ઘરમાં બિરાજમાન સેવ્ય પ્રભુ જ છે.

જ્યાં પ્રભુ ના બાલભાવ લીલા ની પ્રધાનતા હોય છે આ રથ માં અશ્વ નથી હોતા , ગોપ સખા પોતે જ આ રથ ને ખેંચે છે કારણકે બાળ સ્વરૂપને અશ્વથી બીક લાગે છે , પણ પ્રભુના કિશોર ભાવ ની લીલા માં અશ્વ યુકત રથમાં પ્રભુ વિરાજે છે. ચાર ભક્તની (સાત્ત્વિક, રાજસ, તામસ, નિર્ગુણ) ભાવનાથી રથમાં બિરાજમાન હોવાના કારણે ચારોં ભક્તો ના ભાવ ની ભાવના પુષ્ટિ જીવ પોતાના સેવ્ય પ્રભુ માટે રાખે છે. શ્રી ગોપીનાથજી પ્રભુચરણ રથની તુલના મન રૂપી રથ થી કરે છે. પુષ્ટિ જીવ પ્રભુ થી નિવેદન કરે છે કે પ્રભુ જેમ વૃજ ભક્તોના મન રૂપી રથમાં બિરાજીને એમના મનોરથ પૂરા કરતાં હતા. એમ જ મારા( પુષ્ટિજીવના) મનોરથ રૂપી રથ માં બિરાજીને મારા મન ના મનોરથ ને પૂર્ણ કરો તથા ભક્તિનો દાન આપીને, આ સંસારસાગરમાં મારી ડૂબી રહેલાની રક્ષા કરો.

ઉપનિષદ માં પણ આ દેહ ને રથ ની ઉપમા આપવામાં આવી છે. અને આ દેહમાં પરમાત્મા બિરાજે છે. એમની બાજુ જ્યારે આ અશ્વરૂપી ઇન્દ્રિયો ને વાળી લઈશું તો જીવ ને આનંદ ની પ્રાપ્તિ થશે અન્યથા લૌકિક વિષયો માં ઇંદ્રિયો ને જોડવાથી પતન નિશ્ચિત જ છે.

રીપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)

IMG-20200625-WA0000.jpg

Right Click Disabled!