અમિતાભ બચ્ચન હોસ્પિટલથી થયા ડિસ્ચાર્જ

અમિતાભ બચ્ચન હોસ્પિટલથી થયા ડિસ્ચાર્જ
Spread the love

અમિતાભ બચ્ચનના ફેન્સ માટે ગુડ ન્યૂઝ છે, 11 જુલાઈથી મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ જાણકારી એમના દીકરા અભિષેક બચ્ચન અને પોતે અમિતાભ બચ્ચને આપી છે. આ સિવાય અમિતાભ બચ્ચને પોતાના ટ્વિટમાં કહ્યું હતું કે મેં કોરોના ટેસ્ટ કરાવ્યો છે, હું ડિસ્ચાર્જ થયા પછી ઘરે પહોંચ્યો છું અને ક્વૉરેન્ટાઇનમાં છું. મેં આ દિવસ ભગવાનના આશીર્વાદ, મારા માતાપિતા અને મારા કેરટેકર્સના આશીર્વાદ અને ભવ્ય નાણાવટી હોસ્પિટલમાં ઉત્તમ સંભાળને કારણે જોયો છે. સારી સંભાળના કારણે મેં આવું શક્ય થયું.

અભિષેક બચ્ચને ટ્વિટ કર્યું, હાલમાં જ મારા પિતાનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. ત્યારબાદ તેમને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેઓ હવે ઘરે જ આરામ કરશે. આપ સૌનો આભાર.બીજા એક ટ્વિટમાં અભિષેક બચ્ચને લખ્યું કે, કોમોર્બિડિટીને કારણે મારો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને હું હજી પણ હોસ્પિટલમાં જ સારવાર લઈ રહ્યો છું. ફરી વખત તમારી શુભેચ્છા તથા પ્રાર્થના માટે આભાર. તમારો હંમેશાં ઋણી રહીશ. હું કોરોનાને હરાવીને સારો થઈને ઘરે પાછો ફરીશ, એવું વચન આપ્યું.

bachchan-960x640.jpg

Right Click Disabled!