અમિત શાહના હસ્તે કોર્પોરેશનના 116 કરોડના કામોનું ઈ-લોકાર્પણ

અમિત શાહના હસ્તે કોર્પોરેશનના 116 કરોડના કામોનું ઈ-લોકાર્પણ
Spread the love

ગાંધીનગરના સાંસદ અને દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આગામી તા.૧૦ સપ્ટેમ્બર ગાંધીનગર મહાનગરપાલિકાના ૧૧૬ કરોડ સહિત તાલુકાના ૧૩૪.૬૪ કરોડના વિવિધ વિકાસ કામોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવનાર છે. ગાંધીનગર કલેકટર કચેરી, સે-૭ના બગીચામાં અને રૂપાલ ખાતે આ કાર્યક્રમ યોજાશે. તો કલોલ તાલુકામાં પણ ૯૦ લાખની વધુના ખર્ચે કન્યા શાળાના વર્ગખંડોનું ખાતમુહુર્ત કરવામાં આવશે.

કોરોના કાળમાં સરકારી કાર્યક્રમો બંધ છે અને મોટાભાગે વીડીયો કોન્ફરન્સના માધ્યમથી કામગીરી થઈ રહી છે ત્યારે હવે વિકાસ કામોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ પણ ઓનલાઈન યોજાઈ રહયું છે. ગાંધીનગરના સાંસદ અને દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા તેમના મત વિસ્તાર એવા ગાંધીનગર મહાનગરપાલિકા, ગાંધીનગર તાલુકા અને કલોલ તાલુકાના કુલ ૧૩૪.૬૪ કરોડના કામોનું ગુરૂવારે ઈ-લોકાર્પણ કરવામાં આવનાર છે જેમાં કોર્પોેરેશનની કામગીરીનું આધુનિકીકરણ કરવા માટે નાણાંકીય હિસાબ સંચાલન, માનવ સંશાધન સિસ્ટમ, યોજના સંચાલન, પ્રાપ્તિ વ્યવસ્થાપન, સંપતિ અહેવાલ, મોબાઈલ એપ્લીકેશન, વેબ પોર્ટલ, આંતર વિભાગ ફાઈલ સંચાલન જેવા કામોના સરળીકરણ માટે રૂપિયા પ.૩૮ કરોડના ખર્ચે તૈયાર થયેલી ઈઆરપી અને ઈ-ગવર્નન્સ પ્રોજેકટનું લોકાર્પણ કરવામાં આવશે

તેમજ ગાંધીનગરના નાગરિકોને ઓનલાઈન સુવિધાઓ પુરી પાડવા માટે પ.૧૯ કરોડના ખર્ચે પ્રોપર્ટી ટેક્સ સર્વે એન્ડ બેઝ મેપ ક્રિએશન, અપડેશન એન્ડ ઈમ્પ્લીમેન્ટેશન ઓફ એન્ટરપ્રાઈઝ, જીઆઈસી એપ્લીકેશન તૈયાર કરવામાં આવી છે તેનું પણ લોકાર્પણ કરવામાં આવશે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂા.૪.૩પ કરોડના ખર્ચે સે-ર, ૭/એ અને સે-૯ના બગીચાનું ઈ-લોકાર્પણ કરવામાં આવશે.

ગાંધીનગર તાલુકાના પીંપળજ અને પીંડારડા ગામમાં દસ લાખના ખર્ચે તૈયાર થયેલા જનસુખાકારીના કામોનું લોકાર્પણ કરાશે. ભવિષ્યમાં સેકટરોના ટ્રાફિકની સમસ્યા ના થાય તેના આગોતરા આયોજનના ભાગરૂપે સે-૭, ૧૧, ૧૭, ર૧ અને સે-રર ખાતે રૂપિયા ૩૩.રર કરોડના ખર્ચે રસ્તાઓના વિકાસ કામો તથા સ્માર્ટ સીટી યોજના અંતર્ગત કન્સ્ટ્રકશન ઓફ ફોર લેઈનીંગ ઓફ સેકટર લેવલ રોડ્સ એન્ડ એપ્રોચ રોડની કામગીરી જે ૩૦.૪૮ કરોડના ખર્ચે કરવામાં આવનાર છે

જેનું પણ ખાતમુહુર્ત કરવામાં આવશે. કલોલ તાલુકાના આદરજ મોટી ગામે ૯૦ લાખની વધુના ખર્ચે કન્યા શાળાના ૧૧ વર્ગખંડ અને મોટી ભોયણ ગામે શાળા નં.૧માં ૩૩ લાખના ખર્ચે નવા ચાર વર્ગખંડનું ઈ-ખાતમુહુર્ત થશે. ગાંધીનગર તાલુકાના રૂપાલ, વાસણ, સરઢવ, આદરજ મોટી, સોનીપુર, ઉનાવા, પીંપળજ, જલુંદ, પીંડારડા ગામમાં લોકસુખાકારી અને વિકાસના ર૩ જેટલા કામોનું પણ ઈ-લોકાર્પણ કરવામાં આવશે. ઓનલાઈન યોજનારા આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર તેમજ કલેકટર સહિત અધિકારીઓ, પદાઅધિકારીઓ ઉપસ્થિત રહેશે.

content_image_ef44306a-1609-4d08-a09d-0eca7a8c1cd0.jpg

Right Click Disabled!