અયોધ્યામાં ભૂમિપૂજનનું મુહૂર્ત બતાવનાર પૂજારીએ મળી ધમકી

અયોધ્યામાં પાંચ ઓગસ્ટના રોજ ભૂમિ પૂજન થવાનું છે, જેને લઈ પૂરજોશમાં તૈયારીઓ પણ ચાલી રહી છે. જોકે, આ ભૂમિપૂજન માટે જે પૂજારીએ મુહૂર્ત કાઢ્યુ હતું, તેમને ધમકી મળી છે.કર્ણાટકના પૂજારી બેલગાવીમાં તેમને ધમકી મળી છે. બેલગાવી પોલીસે જણાવ્યુ છે કે, 75 વર્ષના વિજયેન્દ્રને ફોન પર ધમકી મળી છે. જેને લઈ તિલકવાડી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પૂજારી વિજયેન્દ્રે જણાવ્યુ હતું કે, ધમકી આપનારા લોકોએ કહ્યુ હતું કે, તમે મુહૂર્ત શા માટે બતાવ્યું, તારીખ શું કામ આપી, તેમા શું કામ સામેલ થઈ રહ્યા છો. જેના પર મેં કહ્યુ હતું કે, મને તેના માટે આગ્રહ કરવામાં આવ્યો હતો.
અને મેં તેનુ પાલન કર્યુ છે. એક ગુરૂ તરીકે મેં મારુ ફરજ અદા કરી છે. ફોન કરનારા લોકોએ નામ આપ્યુ નથી. અલગ અલગ જગ્યાએથી ફોન આવી રહ્યા છે. જો કે, મેં અત્યાર સુધી તેને ગંભીરતાથી લીધું નથી.ધમકી ભર્યા ફોન આવતા બેલગાવી શાસ્ત્રીનગરમાં પૂજારીના નિવાસસ્થાન પોલીસકર્મીઓ તૈનાત કરી દીધા છે. પોલીસનું કહેવુ છે કે, કથિત રીતે ધમકી દેનારા લોકો આ મુહૂર્ત પાછુ ખેંચવા જણાવી રહ્યા છે. વિજયેન્દ્ર ગત વર્ષોથી રામજન્મભૂમિ આંદોલન સાથે જોડાયેલા રહ્યા છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં આયોજકોએ મુહૂર્ત કાઢવા માટે સંપર્ક કર્યો હતો.વિજયેન્દ્રએ 29 જૂલાઈએ, 31 જૂલાઈ અને પાંચ ઓગસ્ટનો સમય બતાવ્યો. આ તમામ તારીખે શ્રાવણ મહિનામાં આવે છે. જોકે એ વાત અલગ છે કે, કોરોના મહામારીના કારણે તેઓ ભૂમિ પૂજનમાં સામેલ થવાના નથી
