અરવલ્લીના 19796 લોકો હોમ કોરોન્ટાઇન પૂર્ણ કરી કોરોનાથી બચવા કટીબધ્ધ બન્યા

અરવલ્લીના 19796 લોકો હોમ કોરોન્ટાઇન પૂર્ણ કરી કોરોનાથી બચવા કટીબધ્ધ બન્યા
Spread the love

અરવલ્લી જિલ્લામાં કોરોનાનો વ્યાપ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળતા ૨૭૦થી વધુ કેસ નોંધાયા છે. જેને લઇ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. તેની સાથે કોરોનાના દર્દીઓના સંપર્કમાં આવેલા હોય તેવા તેમજ બહારથી આવેલા લોકોને હોમ કોરોન્ટાઇન કરવામાં આવે છે  જિલ્લાના આવા ૧૯૭૯૬ પ્રવાસીઓ હોમ કોરોન્ટાઇન સમય પૂર્ણ કરી કોરોનાથી બચવા કટીબધ્ધ બન્યા છે.

કોરોના વાયરસ COVID-19 ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે વહિવટીતંત્ર દ્વારા કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી આ વિસ્તારોમાં ૨૮ દિવસ સુધી આરોગ્ય વિભાગ દ્વારા લોકોના ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો છે અને તેમાંથી શંકાસ્પદ દર્દીઓને અલગ તારવ્યા તેની સાથે કોરોનાના દર્દીઓના સંપર્કમાં આવ્યા હોય તેવા લોકોને હોમ કોરોન્ટાઇન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી.

આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા મુજબ અન્ય દેશ-રાજય કે જિલ્લામાંથી પ્રવાસ કરીને આવેલા હોય તેવા લોકોને ફરજીયાત હોમ કોરોન્ટાઇન રહેવુ જેથી કરીને કોરોનાનું સંક્રમણને અટકાવી શકાય જેને અરવલ્લીના ૧૯૭૯૬ અનુસરણ કરીને ૧૪ દિવસનો હોમ કોરોન્ટાઇન સમય પૂર્ણ કરી કોરોનાથી બચવા કટીબધ્ધ બન્યા છે. જેમાં બાયડ તાલુકાના ૨૫૫૭, ભિલોડાના ૪૮૮૯,ધનસુરાના ૨૧૬૩, મેઘરજના ૨૫૧૪, માલપુરના ૨૧૭૯ અને મોડાસાના ૫૨૯૪ મળી કુલ ૧૯૭૯૬ લોકોને હોમ કોરોન્ટાઇનમાંથી મુક્તિ આપવામાં આવી છે.

રિપોર્ટ : સલીમ પટેલ (મોડાસા)

13_04_2020-coronaugc_20186889.jpg

Right Click Disabled!