અરવલ્લીની પ્રાકૃતિક ગોદમા ગુજરાતી ગીતનું શૂટિંગ નિહાળવા લોકો ઉમટ્યા

અરવલ્લીની પ્રાકૃતિક ગોદમા ગુજરાતી ગીતનું શૂટિંગ નિહાળવા લોકો ઉમટ્યા
Spread the love

અરવલ્લી મોડાસા તાલુકાના નાની ઈસરોલ અને શામળાજી ખાતે ગુજરાતી ગીત નુ શુટીંગ કરવામાં આવ્યું. શુટિંગનુ શુભ મુહર્ત મોટી ઈસરોલના આગેવાન અને જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ પ્રભુદાસભાઈ પટેલ ના હસ્તે કરવામાં આવ્યું હતુ.તેમણે આ પ્રસંગે એસ.કે.ફિલ્મ પ્રોડક્શન અને કલાકારોને શુભકામનાઓ પાઠવી હતી. એસ કે ફિલ્મ પ્રોડક્સનના બેનર હેઠળ શુટિંગ કરવામાં આવ્યું હતુ. ગીતનું ડાયરેક્શન શક્તિ કુંવર પટેલ (મોડાસાવાલા) તરફથી કરાયું હતુ.

આ ગીતમા કલાકાર તરીકે ચિરાગ ઠાકોર .પાર્થ ,શુભાનશીન અને સલમા પંજવાણી અને યુનુશ ખેરાડા એ અભિનય કર્યો હતો. કેમેરામેન તરીકે ફારૂક ભાઈ અને સમગ્ર શૂટિંગનુ સંચાલન મહેન્દ્ર ભાઈ ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતુ. ગીતના શૂટિંગ વખતે મોટીસંખ્યામાં સ્થાનિકો ઉમટી પડ્યા હતા. પ્રકૃતિની ગોદમા થયેલા ગીતના શબ્દો જેમજેમ ગુંજતા ગયા ત્યારે શૂટિંગ જોવા હાજર લોકો પણ ઝૂમી ઉઠ્યા હતા.

IMG-20200709-WA0025.jpg

Right Click Disabled!