અરવલ્લીમાં આકાશી આફત ત્રાટકી : વીજળી પડતાં બે ના મોત

અરવલ્લીમાં આકાશી આફત ત્રાટકી : વીજળી પડતાં બે ના મોત
Spread the love

સરડોઈ : અરવલ્લી જિલ્લા માં રવિવારે વરસાદ સાથે આકાશી આફત ના રૂપ માં વીજળી પડતા બે લોકો ના મોત નીપજ્યા છે.આકાશ માં ડરાવના કડાકા અને ભડાકા સાથે વરસેલા વરસાદ વચ્ચે ભિલોડા ના મોકરોડા અને મોડાસા ના રાજલી ગામે પ્રચંડ વીજળી ખાબકતા પ્રજા ભય ના ઓથાર હેઠળ આવી ગઈ હતી. જિલ્લા ના અનેક વિસ્તારો માં વરસાદ સાથે વીજળી નો કહેર જોવા મળ્યો જેમાં ભિલોડા તાલુકાના મોકરોડા ગામે બકરા ચરાવતા સુરેશ થાવરાજી અને મોડાસા ના રાજલિ ગામે ચેતન કુમાર સોલંકી ઉપર વીજળી પડતાં બને કમભાગી ઈસમો ના મોત થતાં અરેરાટી વ્યાપી છે.

દિનેશ નાયક (સરડોઈ)

IMG-20200906-WA0192.jpg

Right Click Disabled!