અરવલ્લીમાં ટીટોડીએ ખેતરની સપાટ જગ્યાએ ચાર ઈંડા મુકતા સારા વરસાદનો વર્તારો

દર વર્ષે વર્ષાઋતુનો પ્રારંભ થાય એ અગાઉ ઉનાળે જ પ્રકૃતિ એનો સંકેત કોઈને કોઈ રીતે આપી જતી હોય છે..! જેમાં વરસાદની આગાહીઓ.. અનુમાન પણ થતાં હોય છે. ત્યારે ટીટોડી ઈંડા મૂકે તે આધારે પણ વરસાદ અને વર્ષ કેવું જશે એનું અનુમાન પણ એટલું જ આધારભૂત માનવામાં આવે છે..!આ વર્ષે પણ ટીટોડીએ ઈંડા મુક્તા વરસાદનું અનુમાન થઈ રહ્યું છે.આ વર્ષે અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકાના ઉમિયાનગર કંપાની સીમમાં ટીટોડીએ ખેતરની ખુલ્લી જમોનમાં સપાટ જગ્યાએ ઈંડા મુકતા જાણકારોના મતે આ વર્ષનું ચોમાસુ સારું જવાનું અનુમાન અને ધારણા થઈ રહી છે.આગામી ચોમાસાના ચાર માંસ સારો વરસાદ રહેવાના આ સંકેત થકી ખેડૂતોમાં આશાનો સંચાર થયો છે.!!!
પ્રભુદાસ પટેલ (મોટી ઇસરોલ)
