અરવલ્લીમાં 2 વાહનોમાંથી રૂ. 82000નો વિદેશી દારૂ જપ્ત

Spread the love

અરવલ્લી જિલ્લાના માર્ગો ઉપર વિદેશી દારૂ ની હેરાફેરી દરમ્યાન ભિલોડા તાલુકાના શામળપુર અને ટાકાટુકા પાસે બે વાહનોમાંથી કુલ રૂ.૮૨૫૨૪નો વિદેશી દારૂ જપ્ત કરાયો છે. સ્થાનિક પોલીસે દારૂની હેરાફેરીમાં સામેલ ચાર ઈસમોની અટકાયત કરી બંને બનાવમાં શામળાજી અને ભિલોડા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે. પોલીસની વોચ માં ઝડપાયેલા વાહન રૂ.૪ લાખના વાહન અને મોબાઈલ ફોન સાથે આરોપીઓ ક્યાંથી ક્યાં વિદેશી દારૂ લઇ જતા હતા તેની વધુ વિગતો મેળવવા રિમાન્ડ માટે તજવીજ હાથધરી છે.

દિનેશ નાયક (સરડોઈ)

Right Click Disabled!