અરવલ્લીવાસીઓને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે માટે સંપની સફાઇ કરાઇ

અરવલ્લીવાસીઓને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે માટે સંપની સફાઇ કરાઇ
Spread the love

અરવલ્લી જિલ્લામાં ચોમાસા પૂર્વે પાણીજન્ય રોગચાળાથી બચાવી શકાય તે માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરી છે તેની સાથે પાણી પુરવઠા વિભાગે પણ જિલ્લામાં પાણીના મુખ્ય સ્ત્રોતની સફાઇ કરી લોકોને પીવાનું શુધ્ધ પાણી પંહોચાડવાની નેમ વ્યકત કરી છે.    જિલ્લાના ગ્રામિણ અને આદિજાતિ વિસ્તારોમાં લોકોને ઘર આંગણે નળ કનેકશનથી પાણી મળી રહે તે માટે નલ સે જલ યોજના અંતર્ગત પીવાના પાણીની ૯૯૦ યોજનાઓ થકી ઘરે-ધરે પાણી પંહોચાડવાનું આયોજન હાથ ધરાયું છે.

જેના પાણીના મુખ્ય સ્ત્રોત સંપ, બોરવેલ તેમજ હેન્ડપંપ અને ઓવર હેડ ટાંકીઓ છે. જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના લોકો ચોમાસા દરમિયાન પાણીજન્ય રોગચાળાની અસરમાં ન આવે તે માટે જિલ્લાના પાણી પુરવઠા વિભાગે તાલુકાઓમાં હયાત ૪૬ સ્ત્રોતની સફાઇ કરી છે.જેમાં બાયડ તાલુકાના ૯, ભિલોડાના ૯ ધનસુરાના ૭ માલપુરના ૭ મેઘરજના ૭ અને મોડાસાના ૭ પાણીના ઓવરહેડ ટાંકીઓ અને સંપની સફાઇ કરી જિલ્લાવાસીઓને પીવાનું શુધ્ધ પાણી આપવા કટીબધ્ધ બન્યા છે.

રિપોર્ટ : સલીમ પટેલ (મોડાસા)

IMG-20200708-WA0052-1.jpg IMG-20200708-WA0051-0.jpg

Right Click Disabled!