અરવલ્લી જિલ્લા સહકારી સંઘના હોદ્દેદારો સતત બીજીવાર બિનહરીફ ચૂંટાયા

અરવલ્લી જિલ્લા સહકારી સંઘના હોદ્દેદારો સતત બીજીવાર બિનહરીફ ચૂંટાયા
Spread the love

આજરોજ અરવલ્લી જિલ્લા સહકારી સંઘના હોદ્દેદારોની ચૂંટણીની બેઠક નાયબ કલેકટર અને ચૂંટણી અધિકારી મયંકભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાતા દરેક પદ માટે એક એક જ ઉમેદવારી ફોર્મ ભરાતા અધ્યક્ષ,ઉપાધ્યક્ષ અને માનદ મંત્રી સતત બીજીવાર બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.
જેમાં અધ્યક્ષ તરીકે પ્રભુદાસભાઈ પી.પટેલ, ઉપાધ્યક્ષ ભીખાજી ડામોર અને માનંદમંત્રી તરીકે જગદીશભાઈ પટેલ સતત બીજીવાર ચૂંટાઈ આવતા ઉપસ્થિત જિલ્લા ભાજપ પ્રમુખ રણવીરસિંહ ડાભી અને સંઘના ડિરેક્ટરો શામળભાઈ પટેલ, રાજેન્દ્રસિંહ ભાટી, બાબુભાઇ એમ.પટેલ, પંકજભાઈ પટેલ, રાજેન્દ્રકુમાર પટેલ, વિનોદભાઈ શાહ, હસમુખભાઈ પટેલ, ગુલાબચંદ પટેલ વગેરે ઉપરાંત વિમલભાઈ પટેલ, સંજયભાઈ ગો.પટેલ, ગીરીશભાઈ પટેલ સહિત અન્ય સહકારી આગેવાનોએ અને સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશભાઈ પટેલે ધ્વનિ સંદેશામાં અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.

મનુભાઈ નાયી, પ્રાંતિજ

IMG-20200715-WA0003.jpg

Right Click Disabled!