અરવલ્લી જીલ્લા કોંગ્રેસ પ્રજાની વ્હારે : સિવિલ હોસ્પિટલ ક્યારે ? બેનર હેઠળ કલેકટર કચેરી સામે ધરણા

અરવલ્લી જીલ્લા કોંગ્રેસ પ્રજાની વ્હારે : સિવિલ હોસ્પિટલ ક્યારે ? બેનર હેઠળ કલેકટર કચેરી સામે ધરણા
Spread the love

અરવલ્લી જીલ્લાને સાબરકાંઠા જિલ્લામાંથી અલગ થયે ૭ વર્ષ જેટલો સમય થવા આવ્યો છતાં સિવિલ હોસ્પિટલ નું નિર્માણ ટલ્લે ચઢતાં   જીલ્લાના ૧૧ લાખ જેટલા પ્રજાજનો અને ગરીબી રેખા હેઠળ જીવતા અનેક પરિવારો સિવિલ હોસ્પિટલના અભાવે ઉત્તમ અને નિઃશુલ્ક સુવિધાથી વંચિત રહેવાનો વારો આવ્યો છે કોરોના સહીત દિનપ્રતિદિન અનેક ગંભીર રોગોનું સંક્રમણ વધી રહ્યું હોય ખર્ચાળ બનતી જતી મેડિકલ સુવિધા માટે લોકોને દરબદર ભટકવું પડે છે ત્યારે અરવલ્લી જીલ્લા કોંગ્રેસ સમિતિ અને ત્રણે ધારાસભ્યો જીલ્લામાં લોકોની તાતી જરૂરિયાત એવી સિવિલ હોસ્પિટાલની માંગને લઈને સરકાર અને તંત્ર સામે લડી લેવાના મુડમાં હોય તેમ સતત વિરોધ પ્રદર્શન,પોસ્ટર વોર,આવેદનપત્ર અને મુખ્યમંત્રીને પત્ર લખી સિવિલ હોસ્પિટલનું નિર્માણ ઝડપથી કરવામાં આવેની માંગ કરી રહ્યા છે સિવિલ હોસ્પિટલના નિર્માણને લઈને જીલ્લા કોંગ્રેસ સમિતિએ પ્રતીક ઉપવાસની માંગ કરી હતી કલેક્ટરે મંજૂરી ન આપવા છતાં જીલ્લા કોંગ્રેસ સમિતિએ કલેક્ટર કચેરી સમે ધરણા કરતાં પોલીસે ૧૫ થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી.

હાલ કોવિડ-૧૯ કોરોના મહામારીમાં ૨૫૦ ઉપરાંત દર્દીઓ કોરોના પોઝિટિવ આવેલ છે. વધુમાં ૨૬ લોકોના મોત થયા છે જીલ્લામાં સિવિલ હોસ્પિટલના અભાવે કોરોનાના દર્દીઓને સારવાર અર્થે હિંમતનગર સહીત અન્ય હોસ્પિટલમાં સારવાર લેવા મજબુર થવું પડે છે ત્યારે અરવલ્લી જિલ્લામાં સિવિલ હોસ્પિટલની માંગને લઈને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર, માલપુર ધારાસભ્ય જશુભાઈ પટેલ અને મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર એ વારંવાર તંત્રને રજૂઆત કરી છે. છતાં આજદિન સુધી કોઈ પ્રગતિ થઈ નથી.સિવિલ હોસ્પિટલની માંગને લઈને તંત્રને  ૧૦ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. પરંતુ તંત્ર દ્વારા કોઈ પ્રત્યુતર ન મળતા અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિએ સિવિલ હોસ્પિટલ ક્યારે? ના બેનર હેઠળ ધરણા યોજ્યા હતા કલેકટર કચેરી ખાતે કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોએ સરકારની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી સિવિલની માંગ સાથે સરકાર જીલ્લાના પ્રજાજનોને અન્યાય કરતી હોવાના નારા લગાવ્યા હતા કોંગ્રેસ સમિતિએ પ્રતિક ઉપવાસની મંજુરી મળી ન હોવાથી પોલીસે ધરણા પર બેઠેલા કોંગ્રેસીઓની અટકયાત કરી હતી

રિપોર્ટ : સલીમ પટેલ (મોડાસા)

IMG_6558-1-2.jpeg IMG_6563-1.jpeg IMG_6561-1-0.jpeg

Right Click Disabled!