અરવલ્લી જીલ્લા LCBએ બાઇક ચોરીના ૩ ગુન્હાનો ભેદ ઉકેલી મુદ્દામાલ રીકવર કયૉ

અરવલ્લી જીલ્લા LCBએ બાઇક ચોરીના ૩ ગુન્હાનો ભેદ ઉકેલી મુદ્દામાલ રીકવર કયૉ
Spread the love

ગાંધીનગર વિભાગના મહાનિરીક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત તરફથી મિલ્કત સબંધી અન-ડીટેકટ ગુન્હા શોધી કાઢવા માર્ગદર્શન આપેલ. સૂચના અને માર્ગદર્શન અન્વયે અરવલ્લી જીલ્લા અેલ.સી.બી. પી.આઇ.શ્રી આર.કે.પરમાર તથા એલ.સી.બી. અરવલ્લી, મોડાસા સ્ટાફ ધ્વારા તા.૦૪/૦૯/૨૦૨૦ નારોજ મોડાસા રૂરલ વિસ્તારમાં જરૂરી પેટ્રોલીંગ તથા વાહન ચેકીંગ રાખવામાં આવેલ હતું. દરમ્યાન અ.હે.કો. હરેશકુમાર કાન્તીલાલ ને હકીકત મળેલ કે, સાબરકાંઠા જિલ્લા અને રાજસ્થાન રાજ્યમાં મોટર સાયકલોની ચોરી કરતો ઇસમ નામે સાગરભાઇ કાન્તિલાલ ગામેતી રહે.કણબઇ તા.ખેરવાડા જિ.ઉદેપુર (રાજસ્થાન)નો તેની પાસેની એક હિરો એચ.એફ. ડીલક્ષ મોટર સાયકલ લઈને રાજસ્થાન તરફથી મોડાસા તરફ આવનાર છે.

જે હકીકત મળતાં શામળાજીથી જીવણપુર આવતા રોડ ઉપર ત્રણ રસ્તા નજીકમાંથી બે પંચના માણસો બોલાવી બાતમી થી વાકેફ કરી વાહન ચેકીંગમાં હતા. દરમ્યાન તે ઇસમ સાગરભાઇ એક હિરો એચ.એફ. મોટર સાયકલ, કેસરી કલરના પટ્ટાવાળી કિ.રૂ.ર૦,૦૦૦ ની મળી આવતાં તેની પુછપરછ દરમ્યાન અન્ય બીજી ર મોટર સાયકલ ચોરી કરેલાની હકીકત જણાવતાં બીજી બે મોટર સાયકલ કિ.રૂ.૧,૮૦,૦૦૦ ની મળી કુલ કિ.રૂ.૨,૦૦,૦૦૦ નો મુદ્દામાલ રીકવર કરી CRPC ક.૪૧ (૧) (ડી) મુજબ નજર કેદ કરી મોડાસા રૂરલ પો.સ્ટે. સોંપેલ છે. તે ચોરી અંગે આગળની તપાસ મોડાસા રૂરલ પો.સ્ટે. ધ્વારા કરવામાં આવી રહિ છે. આમ પોલીસ મહાનિરીક્ષકસા.શ્રી ગાંધીનગર વિભાગ, ગાંધીનગર ની તેમજ પોલીસ અધિક્ષકસા.શ્રી અરવલ્લી જીલ્લા ના માર્ગદર્શન હેઠળ ચોરાયેલા મોટર સાયકલો નંગઃ ૩ કિ.રૂ.ર,૦૦,૦૦૦ નો મુદ્દામાલ તથા એક આરોપીને ઝડપી પાડવાની સારી કામગીરી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી

(૧) સાગરભાઇ કાન્તિલાલ ગામેતી રહે.કણબઇ, તા.ખેરવાડા જિ.ઉદેપુર (રાજસ્થાન)

કબજે કરેલ મુદ્દામાલ

(૧) એક હિરો એચ.એફ ડીલક્ષ મોટર સાયકલ કિ.રૂ.૨૦,૦૦૦
(ર) એક કાળા કલરની કેસરી પટ્ટાવાળી બજાજ પલ્સર મોટર સાયકલ કિં.રૂ.૧,૧૦,૦૦૦
(૩) એક કાળા કલરની ચેરી કલરના પટ્ટાવાળી બજાજ પલ્સર મોટર સાયકલ કિં.રૂ.૭૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.ર,૦૦,૦૦૦

કામ કરનાર ટીમ

(૧) શ્રી આર.કે.પરમાર, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી., મોડાસા. તથા સ્ટાફ,
(ર) અ.હે.કોન્‍સ શંકરજી ધુળાજી બ.નં.૧૭૩
(૩) અ.હે.કો. દિલીપભાઇ રામાભાઇ બ.નં.૩૪
(૪) અ.હે.કો. મનહરસિંહ દાનસિંહ બ.નં.૩૨૪
(૫) અ.પો.કો. નિલેશભાઇ વિષ્ણુભાઇ બ.નં.૫૧૭
(૬) અ.હે.કો. હરેશભાઇ કાંતીભાઇ બ.નં.૩૨૧
(૭) અ.હે.કો. મનીશકુમાર બાબુલાલ બ.નં.૪૯૧
(૮) આ.હે.કો. કેતનકુમાર મહેશભાઇ બ.નં.૨૪૬
(૯) અ.હે.કો. ભરતસિંહ પરબતસિંહ બ.નં.૪૬૮

રીપોર્ટ : કુલદીપ ભાટીયા

IMG-20200905-WA0022.jpg

Right Click Disabled!