અરવલ્લી : બાંધકામ શ્રમિકો 17 જુલાઇ સુધી ડેટા સબમીટ કરી શકશે

Spread the love

કોવીડ-૧૯ અન્વયે લોકડાઉનમાં સરકારશ્રી દ્રારા નોંધાયેલા બાંધકામ શ્રમિકોને રૂ. ૧૦૦૦/- આર્થિક સહાયની ચુકવવાની જાહેરાત કરી હતી. જે નોંધાયેલ બાંધકામ શ્રમિકના ડેટા ઇન વેલીડ/ અધુરા હોવાથી નોંધાયેલા બાંધકામ શ્રમિકોને આર્થિક સહાય મળી નહોય તેવા બાંધકામ શ્રમિકો તેમની ખૂટતી વિગતો બોર્ડને આપી સહાય મેળવી શકશે. તે માટે ગુજરાત મકાન અને  અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના વેબ પોર્ટલ https://misbocwwb.gujarat.gov.in  પર“ રજીસ્ટર ફોર્મ ” કિલક કરી નોંધાયેલ બાંધકામ શ્રમિક લાભાર્થી પોતાના રેડ બૂક (ઓળખ પત્ર) નંબર આધારે રજીસ્ટ્રેશન ફોર્મ ભરી તેઓના ડેટા ઓન લાઇન સબમીટ કરી શકે છે અને ડેટા સબમીટ કરવાની છેલ્લી તા. ૧૭ જુલાઇ ૨૦૨૦ છે. એમ ગુજરાત અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ અરવલ્લીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ : સલીમ પટેલ (મોડાસા)

Right Click Disabled!