અરવલ્લી  : ભારત વિકાસ પરિષદ મોડાસા દ્વારા પ્રકૃતિ પૂજન કરવામાં આવ્યુ

અરવલ્લી  : ભારત વિકાસ પરિષદ મોડાસા દ્વારા પ્રકૃતિ પૂજન કરવામાં આવ્યુ
Spread the love

હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન તથા પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિના સંયુક્ત ઉપક્રમે સમગ્ર દેશમાં વન પર્યાવરણ અને જીવસૃષ્ટિ સરક્ષણના હેતુથી “ પ્રકૃતિ વંદન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.પ્રકૃતિ સાથે સંવાદિતા કેળવીને જીવવું એ આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓના  રોજીંદા વહેવારમાં ગૂંથાઈ ગયેલી વિશેષતા છે. હાલના વર્તમાન સમયમાં જ્યારે માનવ દ્વારા સ્થાપિત આર્થિક હિતો પ્રકૃતિ અને જીવસૃષ્ટિ  માટે પડકારો ઉભા કરી રહ્યા છે ત્યારે, આ પ્રકૃતિ અને પ્રાકૃતિક સંસાધનોનું સવર્ધન અને સંરક્ષણ એ બહુ જ અઘરું કાર્ય થઇ પડે છે અને આપણા સૌની જવાબદારી વધારી જાય છે. એવા શુભ આશયથી આયોજિત કાર્યક્રમના  પ્રતિભાવમાં મોડાસા ભારત વિકાસ પરિષદના નવનિયુક્ત પ્રમુખ ડૉ નાગેન્દ્રસિંહ બીહોલા અને મહામંત્રી   રાજેન્દ્રભાઈ પટેલ અને ઉપપ્રમુખ બિહારીભાઈ પટેલે સૌ સભ્યોને આ પ્રકૃતિ વંદન કાર્યક્રમમાં જોડાવા આહવાન કર્યુ હતું.  જેમાં મોટી સંખ્યા માં ઑનલાઇન રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા.

આર.એસ.એસ.ના વડા મોહનજી ભાગવતની ઉપસ્થિતિમાં ૩૦ ઓગષ્ટ ૨૦૨૦, રવિવાર સવારે ૧૦ થી ૧૧ દરમ્યાન આયોજિત કાર્યક્રમને  પ્રસાર માધ્યમોમાં જીવંત પ્રસારિત કરવામાં આવ્યો હતો. સમગ્ર ભારતના પ્રકૃતિપ્રેમીઓની સાથે મોડાસાની ભારત વિકાસ પરિષદના સભ્યોએ પણ પોતાના ઘરે સપરિવાર  પૂજન-વંદન કર્યુ હતું. ત્રણ વાર ॐ કાર સાથે વૃક્ષ/છોડને  તિલક નાડાછડીનું રક્ષાસૂત્ર બાંધી પાણીનો અર્ઘ્ય કરી, આરતી અને પાંચ વખત વૃક્ષપરિક્રમા અથવા છોડની પ્રદક્ષિણા કરવામાં આવી હતી. દરરોજ પાણી  આપવાનો સંકલ્પ લીધો હતો. આ મહામારીના સમયમાં આવા ભગીરથ કાર્ય માટે “પ્રકૃતિમાતા અને પૃથ્વીમાતા” પ્રત્યે આદર અને સન્માન પ્રકટ કરવાના ભાગ રૂપે એક મહત્વાકાંક્ષી કાર્યક્રમ એક સાથે ભારતના ૨૪ રાજ્યોમાં આયોજિત થયો હતો.

રિપોર્ટ : સલીમ પટેલ (મોડાસા)

IMG-20200830-WA0045-2.jpg IMG-20200830-WA0046-1.jpg IMG-20200830-WA0043-0.jpg

Right Click Disabled!