અરવલ્લી : મોડાસામાં વધુ 5 વધુ કેસ કોરોના પોઝીટીવ આવતાં કુલ આંકડો 260 પર પહોંચ્યો

અરવલ્લી : મોડાસામાં વધુ 5 વધુ કેસ કોરોના પોઝીટીવ આવતાં કુલ આંકડો 260 પર પહોંચ્યો
Spread the love

અરવલ્લી જિલ્લામાં ગુરુવારે રોજ વધુ ૫ કેસ નોંધાતા જિલ્લામાં કોરોનાનો કુલ આંક ૨૬૦ પર પહોંચ્યો છે. મોડાસામાં કોરોનાએ ભરડો લીધો હોય તેમ મોડાસા શહેરમાં કોરોનાના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. મોડાસા શહેરમાં કોરોનાથી વધુ એક મોત નિપજતા લોકોમાં ફફડાટ ફેલાયો છે આરોગ્ય તંત્ર જીલ્લા કોરોના સામે કામગીરીમાં નબળું પુરવાર થતા કોરોના હાવી થઈ રહ્યો છે. મોડાસાના કોરોનાગ્રસ્ત અહેમદભાઈ ઇકબાલ ભાઈ મનવાનું અમદાવાદ સારવાર દરમિયાન મોત નિપજતા શહેરમાં કોરોનાથી મોત ની સંખ્યા ૨૨ ને પાર કરી ચુકી છે.

મોડાસા શહેરમાં કોરોના થી થતા ટપોટપ મોત થી ભયનો માહોલ જોવા મળી રહ્યો છે શહેરમાં છેલ્લા ૫ દિવસમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા ૫થી વધુ લોકોના મોત નિપજ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ગુરુવારે રોજ મોડાસાના રાણાસૈયદ વિસ્તારની ૫૦ વર્ષીય મહિલા, પાવનસીટી માં ૪૨ વર્ષીય પુરુષ, વિનાયક સીટી પાછળ રહેતો પુરુષ અને મોડાસા તાલુકાના મડાસણા કંપાના ૫૪ વર્ષીય આધેડ કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યો હતો.ધનસુરા તાલુકાના રાજપુર ગામના ૫૨ વર્ષીય આધેડ પણ કોરોનામાં સપડાતા જીલ્લામાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે અરવલ્લી જિલ્લા તેમજ મોડાસા શહેરમાં લોકલ સંક્રમણનો ભરડો વ્યાપક બન્યો છે. કોરોનાનો કહેર દિવસેને દિવસે ખૂબ જ વધી રહ્યો છે.

અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસ ૨૫૫ નોંધાતાં સમગ્ર જિલ્લામાં ભયનો માહોલ છવાયો છે. જો કે શહેરના બજારોમાં જોઈએ તો બેખૌફ થઈને લોકો માસ્ક વગર કે સોશીયલ ડિસ્ટન્સ રાખ્યા વગર જોવા મળી રહ્યા છે. બીજી બાજુ મોડાસા શહેરને કોરોના વાઈરસે બાનમાં લીધું છે તેમાંય વધુમાં વધુ કેસો લઘુમતિ વિસ્તારમાંથી બહાર આવી રહ્યા છે ત્યારે આરોગ્યતંત્ર સઘન કામગીરી કરી વાઈરસના સંક્રમણને અટકાવે તેવી લોકમાંગ ઉઠી છે. હાલ તો તંત્ર દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓ મળી આવેલ વિસ્તારને કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરી લોકોની અવર જવર ઉપર રોક લગાવવામાં આવી છે.અને આરોગ્ય તંત્રે સર્વેની કામગીરી હાથ ધરી છે.

રિપોર્ટ : સલીમ પટેલ (મોડાસા)

download-2.jpg

Right Click Disabled!