અશોકા ટાવરમાં ભાડા માફી માટે વેપારીઓની માંગ

અશોકા ટાવરમાં ભાડા માફી માટે વેપારીઓની માંગ
Spread the love

સુરત, ભાડા માફીનો ઇસ્યુ દરેક નાની મોટી માર્કેટોમાં કાપડબજાર શરૃ થઈ ત્યારથી ઉઠાવવામાં આવી રહ્યો છે. જુદી જુદી માર્કેટમાં વેપારીઓ આ મુદ્દે રજૂઆત પણ કરી રહ્યાં છે. અશોકા ટાવર માર્કેટના ૨૫ જેટલાં વેપારીઓએ ભાડા માફીની માંગ કરી હતી. આ માર્કેટમાં ૨૫૬ પૈકી 33 ટકા દુકાનો ભાડાની છે.અશોકા ટાવરમાં દુકાન ભાડે લઈને કામકાજ કરતા 20થી 25 જેટલા વેપારીઓએ આજે ભાડા માફીનો મુદ્દો માર્કેટના અગ્રણીઓ સમક્ષ ઉઠાવ્યો હતો. ત્રણ મહિનાનું ભાડું માફ કરવામાં આવે અને આગામી મહિનાઓના ભાડામાં રાહત આપવામાં આવે તેવી તેમણે માંગ મૂકી હતી.

માર્કેટમાં 80 થી 100 જેટલી દુકાનો ભાડાની હોવાનું અને સરેરાશ ભાડું રૃપિયા 12થી લઇને 20 હજાર સુધીની હોવાનું વેપારી રંગનાથ સારડાએ જણાવ્યું હતું.માર્કેટના અન્ય એક વેપારી રાજેશ જૈને વેપારીઓનો મુદ્દો વ્યાજબી હોવાનું જણાવીને ઉમેર્યું કે, જુદી-જુદી માર્કેટમાં ભાડાઓ માફ કરાયા છે. કેટલાકે દોઢ મહિનાનું ભાડું માફ કર્યું છે.

જીએસટી આવ્યા પછી વેપારીઓ ધંધો ખૂબ જ ઓછો થઈ ગયો છે અને અત્યારે પણ માર્કેટમાં કોઈની પાસે એવા કામ નથી. માર્કેટમાં વેપારીઓ હશે તો માર્કેટ ચાલશે. અન્યથા વેપારીઓ વગર માર્કેટની કોઈ વેલ્યુ નથી. એક સમયે અશોકા ટાવરનું નામ ખૂબ જ ઊંચું હતું. પરંતુ વેપારીઓ અભિનંદન માર્કેટમાં શિફ્ટ થઈ જતાં એ માર્કેટની નામના વધી હતી અને ત્યાંથી પણ વેપારીઓ મિલેનિયમ માર્કેટમાં જતાં તેનું નામ છે.અશોકા ટાવર માર્કેટ એક સમયની ટોચની માર્કેટ હતી, વેપારીઓ નિકળી જતા.

ડાઉનઅશોક ટાવર માર્કેટ રીંગ રોડ વિસ્તારની એક સમયે સૌથી ટોચની માર્કેટ હતી. ૨૫ વર્ષ પહેલાં અહીં એક દુકાન રૃા.1 કરોડમાં વેચાઈ હતી. આજે દુકાનોની કિંમત અડધા કરતાં પણ ઓછી થઈ ગઈ છે. આ માર્કેટ સારા સારા વેપારીઓ અને ટોચની બ્રાન્ડને કારણે ખૂબ જ ચાલી હતી. પરંતુ સમય જતાં બીજી માર્કેટમાં વેપારીઓ શિફ્ટ થવા માંડતા માર્કેટની વેલ્યુ ધીરે ધીરે ડાઉન થઈ ગઈ, એમ માર્કેટના એક વેપારીએ જણાવ્યું હતું.

aVC_K7fg5TSV0o8MoWr8YCvR2gZD3I3LHsz3whhB78-oX6WgugsK0vGJh_YMO76IZAw300.png

Right Click Disabled!