આંતર રાષ્ટ્રીય ”ફાધર્સ ડે ”(પિતા દિન) ઉજવણીનું રહસ્ય

આંતર રાષ્ટ્રીય ”ફાધર્સ ડે ”(પિતા દિન) ઉજવણીનું રહસ્ય
Spread the love

” ખુશીયોંસે ભરા હરપલ હોતા હૈ ,જીન્દગીમેં સુનહરા હર કલ હોતા હૈ /
મિલતી હૈ કામિયાબી ઉસે જીન્દગીમેં ,જિનકે સર પે અબ્બા કા હાથ હોતા હૈ \\(અજ્ઞાત )

સંપૂર્ણ જગતમાં માતા અને પિતાને ઉચ્ચ સ્થાન અપાયું છે ,બંનેના સહિયારા ત્યાગ,બલિદાન,સંભાળ ,રક્ષણ ,સમજ, શિક્ષા વગેરે અનેક સંસ્કારી ગુણો થકી દ્વારા સંતાનો ના ઘડતર માટે પોતાની જિંદગીનું યોગદાન દેનારા માતા પિતામાં દેવતાઓ વસે છે. તેથી માતા અને પિતા બંને ની પૂજા થાય છે ,પશ્ચિમી સંસ્કૃતિએ ‘માતા દિવસ ‘અને ‘ પિતા દિવસ ‘ એમ જુદા જુદાં દિવસની પ્રથા અમલી બનાવી તા.16મી જૂન ના દિવસે આંતરરાષ્ટ્રિય ફાધર ડે ની ઉજવણી થશે . જેનો હેતુ પિતાએ સંતાનો માટે જે નિઃસ્વાર્થ ભાવે સેવા કરી તેને સન્માન આપવાનો, આદર આપવાનો છે .

વિશ્વના તમામ ધર્મો એક જ વાત કરે છે કે આ સૃષ્ટિ નું સંચાલન એક જ હાથે ,એક જ શક્તિ થકી ચાલે છે -જેને ‘ગોડ ‘- કે ‘ લોડ ‘ -દેવતા ,ઈશ્વર, ભગવાન ,પરમાત્મા ,ખુદા ,અલ્લાહ ,પરમેશ્વર ,સ્વામી ,મસીહા -જેવા શબ્દો વપરાય છે . સર્વત્ર એક પિતાના રૂપમાં સર્વ સ્વીકૃત છે તે ઈશ્વર પૃથ્વી પર પિતા સ્વરૂપે દેહધારી દેવ છે.

દયાનંદ સરસ્વતી -આર્ય સમાજ સ્થાપકે નોંધ્યું છે કે -ઈશ્વર હંમેશા છે જ તથા હરદમ આપણી રક્ષા અને પાલન કરે છે ; અમારા કલ્યાણ માટે કાર્ય કરે છે અને આપણને તક (અવસર ) આપે છે. એટલેકે તે આપણા બધાનો પિતા છે ; આ વાત અમેરિકન વિચારક -બેન્જામિન ફ્રેંકલીન (ભૂતપૂર્વ રાષ્ટ્ર પતિ અમેરિકા ) પણ પોતાની રીતે કરે છે ‘ એ ફાધર ઇઝ એ ટ્રેઝર ,બર્ધર એ કમ્ફર્ટ એ ફ્રેન્ડ ઈઝ બોથ. પ્રાચીન હિન્દૂ ગ્રંથોમાં માતા અને પિતા બે ય ને ધરતીપરના દેવ ગણાવ્યા છે . ત્વમેવ સર્વમ મમ દેવ દેવમં // પિતાનું વિશેષ માહાત્મ્ય મહાભારતના શાંતિ પર્વમાં છે -અધ્યાય 255/ચ \ ‘મારા પિતા મારુ સ્વર્ગ છે ,મારા પિતા મારો ધર્મ છે,મારા જીવનની પરમ તપસ્યા છે, જો તેઓ પ્રસન્ન છે તો બધા દેવતા પ્રસન્ન છે . તેથી કહેવત છે -ઠાર્યા એવા ઠરજો ‘

ભારતીય વેદો માં માતા પિતાને પૂજનીય ગણી ને -ભગવાન પિતા, સખા,સાથી તરીકે નું સ્થાન આપ્યું છે .બાળક ,સંતાનોની માવજત માતા અને બાપ બંને સહિયારી રીતે કરે છે, માતા વાત્સલ્ય, હૂંફ આપે છે, પોતાના ઉદરમાં ભાર સહી ને જન્મ આપે છે -પિતા પણ ઉત્તમ આદર્શ,પ્રેમ, અનુભવ, સંયમ, અનુશાસન, ગંભીરતા, દરિયાદિલીના પાઠ બાળકને ભણાવે છે, અહીં પિતા વિષે વાત કરવાનું પ્રયોજન વિશ્વ ‘પિતા દિવસ ‘નો પ્રારંભ, ઉજવણી અને માહિતી આપવાનો છે.

ભારતીય સંસ્કૃતિ સર્વોચ્ચ સ્થાને જગમાં સ્વીકારાઈ છે ,અમેરિકન તેમજ વિદેશી સંસ્કૃતિમાં થોડો તફાવત છે , ત્યાં માતા પિતાના આપસી અંદરોઅંદરના વિખવાદ થી છૂટા છેડાં લેવા તે સહજ વાત છે ;તેથી સંતાનોને માતા કે પિતાની પૂરતી હૂંફ કે આત્મીયતા જીવન ભર મળતી નથી.સ્વતંત્ર અને પોતાની નિજી જિંદગી જીવવાની પ્રથા હોવાથી ખાસ મધર્સ ડે / ફાધર્સ ડે અલાયદી ઉજવણીઓની જરૂરત ઉભી થઈ. ભારત પોતાની સંસ્કૃતિમાં પૂર્વજો, માતા, પિતા, સ્વજનો, સંબંધીઓ, સમાજ, જ્ઞાતિ, દેશ, રાષ્ટ્ર વગેરેને સન્માન કરવાનું શીખવાડે છે આમ બે સંસ્કૃતિમાં મોટો તફાવત છે.

ભારતમાં પૂર્વજોની ઋણમુક્તિ માટે પિતૃ શ્રાદ્ધ પક્ષ -પખવાડિયું નક્કી કરેલ છે ,તે આદર બતાવે છે , સંયુક્ત કુંટુંબ પ્રથા હજુ છે ,અને જુદા રહે તેમ છતાં મળવા ઉત્સુકતા રહે અને સાધનો પણ હાથવગા હોય છે -સંતાનો સાથે લાગણી તો જોડાયેલી રહે. સામાજિક પ્રસંગોમાં મળવાનું થાય તેથી બહુ એકલવાયું ના લાગે – તેથી વિશ્વ ફાધર્સ ડે -બ્રિટિશ તહેવારની ભારતમાં ઉજવણી ની જરૂર ઉભી થતી નથી બીજું કારણ ભારતમાં માતા અને પિતા બન્ને ની સાથેજ પૂજા કરવાની ઘરની બહાર જતા વંદન ચરણસ્પર્શ કરી આશીર્વાદ લેવાની પ્રણાલિકા છે.

નોકરી અર્થે અલગ વસવાટ, જગાની મોકળાશ માટે કુટુંબો વિભક્ત બન્યા ,સંતાનો પરદેશ ગયા આ બધા સાથે ક્યાંક દેખાદેખીએ હવે આંધળું અનુકરણ ભારત માં પણ ચાલ્યું , વિદેશી દેખાદેખીથી અર્થ વગરના ફેસ્ટીવલો ઉજવવાની આદત થતાં -ધંધાદારી દૃષ્ટિકોણ વિકસ્યો છે ,જેની કોઈ આવશ્યકતા ભારતમાં હોતી નથી. આંતર રાષ્ટ્રીય ફાધર્સ ડે- મધર્સ ડે નો પૂરક છે, પિતાઓના સન્માન માટે વ્યાપકરૂપમાં વિશ્વભરમાં તે અલગઅલગ દિવસે પણ ઉજવાય છે. પિતૃત્વ, પિતૃત્વ સ્નેહ બંધન, પિતાનો બાળકોના જીવનમાં પડતો પ્રભાવ વગેરેને ધ્યાનમાં લઈને પૂર્વજોની સ્મૃતિ કાયમ રહે તેવી ભાવના અને હયાત પિતાને આદર અપાય તેવો હેતુ પણ છે.

વાસ્તવિક રીતે પ્રથમ ફાધર્સ ડે -પશ્ચિમ વર્જિનિયાના ફેયરમાર્ટમાં તા.5 મી જુલાઈ -1908માં મનાવાયો હતો .મોંર્નોગાહ પશ્ચિમ વર્જિનિયાની એક ખાણ દુર્ઘટનામાં 361 જણા જેમાં 250 તો પિતાઓ હતાં તેઓના સામુહિક કરુણ અકસ્માતી નિધન થી 1 હજાર બાળકો પણ બાપ વિહોણા બની ગયા હતા -આ મૃત્યુ પામેલાઓના તર્પણ રૂપે। પિતૃ સન્માન આપવા આ ખાસ આયોજન શ્રીમતી ગ્રેસ ગોલ્ડન ક્લેટ દ્વારા થયું હતું – વિલિયમ મેમોરિયલ મેથોડિસ્ટ એપિસ્કોપલ ચર્ચ -પશ્ચિમ ;આજે સેન્ટ્રલ યુનાઇટેડ મેથોડિસ્ટ ચર્ચ નામે ઓળખાય છે – તે હતું.

આ દિવસ ને જાહેર રજા તરીકે સ્વીકૃતિ ન મળી હોવાથી ગલત ધારણા ,સૂચનાઓને લીધે -કેટલાંક સૂત્રોનું માનવું છે , કે પ્રથમ ફાધર્સ ડે -સ્પોકન/ વૉશિન્ગટન માં સોનોરા સ્માર્ટ ડોડ નામની મહિલાના પ્રયાસથી બે વર્ષ પછી 1910 માં આયોજિત થયો હતો; 1909 માં મેથોડિસ્ટ એપિસ્કોપલ ચર્ચના બિશપ દ્વારા ‘મધર્સ ડે ‘ માન્યતા ઉપર પ્રવચન -ધર્મ ઉપદેશ સાંભળવા પછી સોનોરા સ્માર્ટ ડોડ ના મનમાં પોતાના માતાના મૃત્યુ બાદ પિતાએ બાપ અને માતા ની બેવડી ભૂમિકા ભજવી હતી; પિતાધર્મની લાગણી જાગૃત થઇ અને ફાધર્સ ડે -હોવો જોઈએ તેવો વિચાર બાળકી સોનોરામાં ઉદ્ભવ્યો પૂર્વ પિતા હેનરી જેક્સન સ્માર્ટ અને -મૃતપિતા વિલિયમસ્માર્ટ અને અન્ય પિતાઓને સન્માન મળવું જોઈએ અને તે કાર્યક્મનું આયોજન થાય તો સારું !

સ્માર્ટ પોતાના પિતાના જન્મ દિવસ 5 -જૂનના સ્મરણમાં આ દિવસે -”ફાધર્સ ડે ”-મનાવાય તેવી ઈચ્છા સોનો રા ડોડ મહિલાની ની હતી ;પરંતુ આ પ્રથમ આયોજનમાં થોડો સમય જોઈએ તે માટે પાદરીએ તે માટે 19 જૂન -1910 નો દિવસ નક્કી કર્યો વાય,એમ,સી,એફ ના સભ્યો એ આ દિવસે ચર્ચમાં મોટી સંખ્યામાં હાજરી આપી અને જીવિત પિતાઓના સન્માનમાં લાલ ગુલાબ અને મૃત પિતાઓ ને યાદ કરીને સફેદ ગુલાબ લગાવી પ્રાર્થનાઓ કરી. સોનોરા સ્માર્ટ ડોડ પોતે સજીધજી ને ખુશીઓ સાથે ઘોડાગાડીમાં બેસીને સારા શહેરમાં ઘેર ઘેર વૃદ્ધજનો ,પથારીવશ રોગી પિતાઓને મળીને -સન્માન , આદર સાથે અનેક ભેટો ,પુષ્પગુચ્છો અર્પણ કર્યાં.

આ દિવસનો વિરોધ ,મશ્કરી ,ઠઠ્ઠા,મજાકો થઈ ,અખબારોએ પણ ફજેતી ગણાવી.આયોજનો પોતાની ઉજવણી ના સંતોષ સાથે મક્કમ રહ્યા અને આ દિવસ કેલેન્ડરમાંથી બાકાત ન થઇ જાય માટે વિચારવા લાગ્યા – વિરોધીઓ નો માટે એ હતોકે માતા પિતામાંથી એક ને જ સન્માન આપતાં બીજાને અન્યાય થઈ તે યોગ્ય નથી.

તત્કાલીન રાષ્ટ્ર પતિ લિન્ડન જૉનસન -એ 1966 માં જૂન મહિના ના ત્રીજા રવિવારે -” ફાધર્સ ડે ‘-ઘોષિત કર્યો છ વર્ષ પછી 1972 માં -રાષ્ટ્રપતિ રિચાર્ડ નિકાસને આ કાનૂની પત્ર તૈયાર કરાવી દસ્તાવેજી હસ્તાક્ષર કર્યાં.આ દિવસે રજા પણ જાહેર થઇ. અત્રે ઉલેખ્ખનીય છે કે -2010 માં ફાધર્સ ડે -શતાબ્દી મહોત્સવ -એક મહિના સુધી અવનવા કાર્યક્રમો સાથે મનાવાયો હતો; ફાધર્સ ડે -માં એક પિતા જ નહિ ,સાથોસાથ પિતાઓ સમાન ,પિતાતુલ્ય સંબંધો જેવા કે -દાદા ,કાકા ,માસા ,પિતરાઈ પિતા,પાલક પિતા , વયસ્કો ,સિનિયર સિટિજનો વગેરે ના સન્માન ,ભેટ ,મિજબાની થી બહુમાન કરાય છે. વિશ્વભરમાં તેની તારીખો માં ફેરફાર મળે તેમ છતાં તે મનાવવામાં આવે છે તે મહત્વનું છે .વ્યવસાયિક હેતુથી રાષ્ટ્રીય ફાધર્સ ડે ન્યુયોર્ક માં સમિતિ 1930 માં બનાવી જેને સમય જતાં રાષ્ટ્રીય પરિષદ નામ અપાયું -તેણે આ દિવસને ”બીજી ક્રિસમસ ” રૂપ ગણાવી સતત ત્રણ સપ્તાહ તરીકે ઉજવવા જાહેર કર્યું.એક બાળકી એ વિશ્વમાં ‘ ફાધર્સ ડે ‘- માટે નિમિત્ત બની સાચાં અર્થમાં પિતૃ ઋણ ચૂકવ્યું.

આ એક અદભુત ઘટના ગણાય.

 – જિતેન્દ્ર પાઢ (અમેરિકા)

Right Click Disabled!