આઈ.ટી.આઈ. સમી ખાતે ઓગષ્ટ-૨૦૨૦ના ભરતીસત્ર માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ

Spread the love
  • પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ તા.૨૮ જુલાઈ સુધીમાં ઑનલાઈન ફોર્મ ભરી આઈ.ટી.આઈ.માં જમા કરાવવાનું રહેશે

પાટણ
પાટણ જિલ્લાના સમી તાલુકાના યુવક-યુવતીઓને વ્યવસાયલક્ષી તાલીમ મળી રહે તે સારૂ ગુજરાત સરકારશ્રી દ્વારા સમી ખાતે સરકારી આઈ.ટી.આઈ.ની સ્થાપના કરવામાં આવી છે. જેના ઓગષ્ટ-૨૦૨૦માં શરૂ થતાં ભરતીસત્રમાં ભરવાપાત્ર બેઠકો માટેની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

આઈ.ટી.આઈ. સમીમાં નવા ભરતીસત્રમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ આગામી તા.૨૮ જુલાઈ સુધી https://itiadmission.gujarat.gov.inવેબસાઈટ પર ઑનલાઈન ફોર્મ ભરી નજીકની આઈ.ટી.આઈ.માં જમા કરાવવાનું રહેશે. આ અંગે વધુ માહિતી મેળવવા આઈ.ટી.આઈ.નો રૂબરૂ સંપર્ક કરવા ઔદ્યોગીત તાલીમ સંસ્થા, સમીના આચાર્યશ્રીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Right Click Disabled!